September 26, 2026
દેશતાજા સમાચાર

ટૂંક સમયમાં ભારતીય ચલણ ડોલરની જગ્યા લઇ શકે છે,૧૮ દેશો ભારતીય નાણાંમાં વેપાર કરવા તૈયાર

ભારતના નાણા રાજ્‍ય મંત્રી ભગવત કરડે સંસદમાં માહિતી આપી હતી કે સ્‍થાનિક અને વિદેશી બેંકોમાં રૂપિયાના વેપાર માટે ૧૮ દેશોના ૬૦ સ્‍પેશિયલ રૂપિયા વોસ્‍ટ્રો એકાઉન્‍ટ્‍સ ખોલવાની મંજૂરી આપી છે. મંત્રી વતી વધુમાં કહેવામાં આવ્‍યું હતું કે ભારતમાં ૧૮ દેશોએ ખાસ રૂપિયા વોસ્‍ટ્રો એકાઉન્‍ટ ખોલ્‍યા છે. તેમાંથી રશિયા સ્‍થાનિક ચલણમાં વેપાર કરવા માટે અડગ છે. આ ઉપરાંત કહ્યું કે ભારત હંમેશા રૂપિયામાં નિકાસને સમર્થન આપતું રહ્યું છે.

આ દેશોએ ભારતમાં SRVA ખોલ્‍યું છેઃ રશિયા, સિંગાપોર, શ્રીલંકા, બોત્‍સ્‍વાના, ફિજી, જર્મની, ગુયાના, ઇઝરાયેલ, કેન્‍યા, મલેશિયા, મોરેશિયસ, મ્‍યાનમાર, ન્‍યુઝીલેન્‍ડ, ઓમાન, સેશેલ્‍સ, તાન્‍ઝાનિયા, યુગાન્‍ડા અને યુનાઇટેડ કિંગડમએ ભારતમાં SRVA ખોલવામાં આવ્‍યા છે.

વિદેશી વેપાર રૂપિયામાં થવાથી ડોલર જેવા વિદેશી ચલણ પર ભારતની નિર્ભરતા ઘટશે. આ સાથે અચાનક વૈશ્વિક ઉથલપાથલની અસર પણ દેશની અર્થવ્‍યવસ્‍થા પર ઓછી પડશે. આ ઉપરાંત ભારતીય બેંકોને મોટા આંતરરાષ્‍ટ્રીય બજારોમાં વ્‍યાપાર કરવાની તક મળશે.

Related posts

દૂરદર્શન ન્‍યૂઝ ના પ્રખ્યાત મહિલા એન્‍કર સરલા મહેશ્વરીનું દિલ્‍હી ખાતે અવસાન

Ahmedabad Samay

સંસદના વિશેષ સત્ર દરમિયાન કેન્‍દ્ર સરકાર દેશનું નામ  બદલવાનો પ્રસ્‍તાવ લાવી શકે છે.

Ahmedabad Samay

નવા શૈક્ષણિક સત્ર પ્રમાણે છ વર્ષમાં એક દિવસ પણ ખૂટતો હોય તેવા વિદ્યાર્થીઓને પ્રવેશ નહિ આપવામાં આવે

Ahmedabad Samay

શ્રીનગરમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષાબળોની જવાબી ફાયરિંગમાં એક પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો

Ahmedabad Samay

કપિલ શર્મા શૉ માં જોર જોરથી હસવા માટે અર્ચના પુરણ સિંહ ને મળે છે ૧૦ લાખ

Ahmedabad Samay

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરપાલિકા બજેટ સભામાં 49 કરોડ ની આવક અને એક કરોડની પુરાત વાળું બજેટ મંજુર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો