September 23, 2026
ગુજરાતઅપરાધ

મોરબીના વિસીપરામાં જૂની અદાવતનો ખાર રાખી ૧૧ ઇસમોએ પરિવાર પર હુમલો કર્યો

મોરબીના વિસીપરામાં જૂની અદાવતનો ખાર રાખી ૧૧ ઇસમોએ પરિવાર પર હુમલો કર્યો

મોરબીના વીસીપરામાં જૂની અદાવતનો ખાર રાખી સગા સાળાએ તેના બહેન-બનેવી સહિત પરિવારના સભ્યો પર હુમલો કરી વાહનોમાં તોડફોડ કરી હતી જે બનાવ મામલે બી ડીવીઝન પોલોઈસ મથકમાં ૧૧ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના વિસીપરામાં રહેતા તાજમહમદભાઇ કરીમભાઇ ભટ્ટીએ આરોપીઓ જુમા કરીમ સેડાત, હાસમભાઇ દાઉદભાઇ મોવર, આદીલ કરીમભાઇ સેડાત, સિકંદરભાઇ કરીમભાઇ સેડાત, સલીમભાઇ જુસબભાઇ કટીયા, નિજામભાઇ જુસબભાઇ કટીયા, ઇકબાલભાઇ જુસબભાઇ કટીયા, મુસાભાઇ જુસબભાઇ કટીયા, મુસ્તાકભાઇ જુસબભાઇ કટીયા,  ઇરાનભાઇ નુરમામદભાઇ મોવર અને મંજુરભાઇ અનવરભાઇ ખોડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. ૧૨ ના રોજ બપોરના સુમારે ફરિયાદી તાજમહમદ અને તેની પત્ની રઝીયા તથા દીકરો રીયાઝ (ઉ.વ.૧૯), દીકરો મોસીન (ઉ.વ.૧૮) અને સાળી રોશનબેન ઈબ્રાહીમભાઈ ભટ્ટી અને દીકરો સાહિલ (ઉ.વ.૧૩) તથા સાળીનો દીકરો નાસીરહુશેન ઈબ્રાહીમ, વેવાઈ ઓસમાણ જુસબ કાટિયા બધા ઘરે હાજર હતા ત્યારે અને ઘરની સામે ચોકમાં સ્વીફ્ટ કર અને સ્કોર્પીઓ કર જીજે ૧૮ બી.એચ.૮૦૫૫, એસ્ટીમ કાર જીજે ૦૧ એચપી ૧૩૦૨, હોન્ડા બાઈક જીજે ૩૬ કે ૮૧૦૪ અને બાઈક જીજે ૩૬ એએ ૮૪૭૬ હોય જ્યાં દેકારો થતા દરવાજો ખોલીને બહાર જોયું ત્યારે સ્કોર્પીઓ કાર અને બ્રેઝા કાર તેમજ ઇકો કાર રસ્તામાં ઉભી હતી જેમાંથીફરિયાદીના સાળા જુમા કરીમ સેડાત, આદીલ કરીમ સેડાત, સિકંદર કરીમ સેડાત, મામાજી સસરા હાસમ દાઉદ મોવર રહે બધા માળિયા વાળા તેમજ અન્ય આરોપીઓ વાહનોમાંથી ઉતરી પોતાના હાથમાં લાકડી, ધોકા , ધારિયા, છુટા પથ્થર અને કાચની બોટલો વાહનો પર ઘા કરી નુકશાન કરી તોડફોડ કરતા હતા જેથી ફરિયાદી તાજમહમદ, તેના પત્ની રઝીયા સહિતના બહાર ગયા હતા

જ્યાં સાળા જુમાભાઈ અને તેની સાથેના ઈસમો વાહનોમાં નુકશાન નહિ કરવા કહેતા ગાળો આપીને મારવા દોડ્યો હતો અને મકાનમાં ઘુસી તોડફોડ કરવા લાગ્યા હતા તેમજ સલીમે પોતાના હાથમાં ધારિયું લઈને ફરિયાદીને મારવા જતા આડો હાથ નાખતા હાથમાં ઈજા પહોંચી હતી અને પત્ની છોડાવવા વચ્ચે પડતા તેને પણ હાથમાં ઈજા થઇ હતી અને બાદમાં ઝઘડો કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી જતા રહ્યા હતા

જે બનાવનું કારણ એ કે ફરિયાદીના પત્ની રઝીયાની સાથે સાળાઓને સામાન્ય બોલાચાલીમાં ઘણા સમયથી વહેવાર કાપી નાખ્યો છે અને થોડા સમય પૂર્વે જુમાભાઈના દીકરાના લગ્ન હોય જેમાં અમોને આમંત્રણ ના આપ્યું હોય પરંતુ સાળી રોશનબેન ઈબ્રાહીમ રહે વિરામગામ વાળાને આમંત્રણ આપતા તે તથા ફરિયાદી પક્ષના કોઈ પ્રસંગમાં ગયા ના હતા જેનો ખાર રાખી આરોપીઓએ હુમલો કરી ફરિયાદી, તેના પત્ની અને પુત્ર સાહિલને ઈજા કરી ધમકી આપી વાહનમાં નુકશાન કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ૧૧ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

વટવામાંથી ખાનગી બ્રાન્ડના શરબતના ડુપ્લીકેટ પાઉચ બનાવતી ગેરકાયદેસર ફેક્ટરી ઝડપાઈ

Ahmedabad Samay

ડ્રાઈવ થ્રૂ વેક્સિનેશન, પેઈડ વેક્સીનેશન પર કોંગ્રેસના પ્રહાર,વેક્સિનના ૦૧ હજાર રૂપિયા લેવાતા ચાર્જ અયોગ્ય

Ahmedabad Samay

કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું

Ahmedabad Samay

પ્રાથમિક ના વર્ગો શરૂ થાય તેવી શકયતા

Ahmedabad Samay

ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે  ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું

Ahmedabad Samay

યુવતી પર હાથ ઉપાડનાર કોન્સ્ટેબલને તત્કાળ અસરથી સસ્પેન્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો