અમદાવાદમાં કુબેરનગરના કાઉન્સિલર નિકુલસિંહ તોમરનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે. કુબેરનગરના કાઉન્સિલરના ધમકી ભર્યા સૂરથી ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે.
અમદાવાદમાં સામાન્ય સભામાં મેયરના સંબોધન કરી નિકુલસિંહ તોમરે નિવેદન આપ્યું હતું. કોંગ્રેસ કાઉન્સિલર નિકુલસિંહ તોમરે અધિકારીઓને સીધી ધમકી આપી છે. પ્રાથમિક સુવિધાઓ મુદ્દે અધિકારીઓ ફોન ઉપાડતા નથી, જેને લઈને તેમને ધમકી આપી હોવાની સૂત્રો અનુસાર જાણવા મળ્યું છે.