October 9, 2026
ગુજરાતઅપરાધ

ગાંધીનગર: ઝુંડાલ સર્કલ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગરના ઝુંડાલ સર્કલ પાસે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે, જેમાં એક રિક્ષાચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. ઝુંડાલ સર્કલ પાસે એક અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેથી રિક્ષાચાલકને ગંભીર ઇજાઓ થઈ હતી. ગાંઘીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન રિક્ષાચાલકનું મોત થયું છે. આ મામલે અડાલજ પોલીસે ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકની શોધખોળ આદરી છે.

માહિતી મુજબ, ગાંધીનગરના તારાપુર ગામમાં રહેતા વિજય ઠાકોરના કુટુંબી ભાઇ ગાભુસિંહ ઠાકોર અમદાવાદના રાણીપ ખાતે આવેલી એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા હતા. આથી ગાભુસિંહ તારાપુરથી રાણીપ પોતાની રિક્ષા લઈને નોકરી પર આવતા-જતા હતા. દરમિયાન બુધવારે રાતે વિજયભાઈ જ્યારે ઘરે હતા ત્યારે તેમના એક મિત્રનો ફોન આવ્યો હતો કે ઝુંડાલ સર્કલથી અડાલજ બાલાપીર તરફ આવતા રોડ પર ગાભુસિંહની રિક્ષાને કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા અકસ્માત થયો છે અને તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

અડાલજ પોલીસે ગુનો નોંધ્યો

આથી અકસ્માતના સમાચાર સાંભળી વિજયભાઈ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ગાભુસિંહ બેભાન અવસ્થામાં હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. પરંતુ, ટૂંકી સારવાર બાદ ગાભુંસિંહનું મોત નીપજ્યું હતું. આ મામલે વિજયભાઈએ અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ આદરી છે.

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

સેનાના જવાને પ્રેમમાં ફસાવી લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધી દિધા બાદ તરછોડી

Ahmedabad Samay

ધીરેશ ટી શાહને લાયન્સ ઈન્ટરનેશનલ પ્રેસીડેન્ટનો એમ્બેસેડર ઓફ ગુડવીલ એવોર્ડ

Ahmedabad Samay

નરેશ પટેલે દિલ્હીની ઉડતી મુલાકાત લીધી, ગુજરાતના રાજકારણમાં ઉથલ પાથલ થવાના એંધાણ

Ahmedabad Samay

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ, જાણો કયા શહેરમાં કેટલી ડિગ્રી પહોંચ્યો પારો?

admin

એક ટિપ્પણી મૂકો