September 21, 2026
ગુજરાતઅપરાધ

રાજકોટ જિલ્લામાં મિલકતને લગતા 6 કેસોમાં લેન્ડગ્રેબિંગ હેઠળ કાર્યવાહી કરવા આદેશ

લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ મુકાયેલા ૩૪ કેસો પૈકી ૬ કેસમાં એફ.આઈ.આર. દાખલ કરવાનો નિર્ણય કરાયો રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલા ૩૪ કેસો પૈકી રાજકોટ શહેરના ૦૬ અને ગ્રામ્ય વિસ્તારના ૦૦ એમ કુલ ૦૬ કેસમાં સંબંધિતો સામે એફ.આઈ.આર. દાખલ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ અન્વયે રજૂ થયેલ અરજીઓ પર નિર્ણય લેવા માટે યોજાયેલી આ બેઠકમાં અધિકારીઓએ તપાસ અહેવાલ રજૂ કર્યો હતો. જે મુજબ સમિતિ સમક્ષ મુકાયેલા કુલ કેસો પૈકી ૧૯ કેસો દફતરે કરવામાં આવ્યા હતા. તથા ૯ કેસો પેન્ડિંગ રાખવામાં આવ્યા હતા. આ બેઠકમા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કર, ડી.સી.પી. સજ્જન સિંહ પરમાર, એસ. પી. જયપાલસિંહ રાઠૌર, પ્રાંત અધિકારીઓ સર્વે સંદિપ વર્મા, સૂરજ સુથાર, કે. જી.ચૌધરી, વિવેક ટાંક, જે.એન. લિખિયા, રાજેશ આલ, તેમજ વરીષ્ઠ પોલીસ અધિકારીઓ અને સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

SPS સિક્યુરિટી કમ્પનીમાં આવી મોટી ભરતી, જરૂરિયાતમંદ સુધી જરૂર પહોંચાડજો

Ahmedabad Samay

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

Ahmedabad Samay

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે,૧૦ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી વધુ વયના યુવાનોને વિનામૂલ્યે વેકિસન આપશે.

Ahmedabad Samay

લોકડાઉન માં ફસાયેલા લોકો માટે ખુશીના સમાચાર. સ્પેશિયલ ટ્રેન ની મંજૂરી

Ahmedabad Samay

વડતાલના સ્વામી નૌતમે આપ્યું એવું નિવેદન કે ચૂંટણીમાં ભાજપ ઉપર થશે વોટનો વરસાદ, જાણો શું છે નિવેદન

Ahmedabad Samay

CM ભુપેન્દ્રભાઇ પટેલના હસ્થે આજ સાંજથી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ 2022નો પ્રારંભ થશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો