August 25, 2026
ગુજરાતઅપરાધ

સુરત- બેફામ સ્પીડમાં ચલાવતા વાહન ચાલકોની ખેર નહી! સુરત પોલીસ એક કિમી દૂર સ્પીડ ગનથી પકડી પાડશે, થશે દંડ

સુરત શહેરમાં ઓવર સ્પીડમા હંકારતા કારચાલકો અને બાઈક ચાલકો પર નજર રાખવા માટે હવે સુરત પોલીસ સ્પીડ ગનનો સહારો લેશે. શહેરમાં અનેકવાર ઓવર સ્પીડ વાહનોને કારણે અકસ્માત થવાના અને અકસ્માતમાં મોત થવાના બનાવો બનતા હોય છે.

સુરતમાં અવારનવાર માર્ગ અકસ્મતોના બનાવો બનતા રહે છે અને ઘણીવાર ઓવર સ્પીડ અને બેફામ રીતે વાહન હંકારતા ચાલકોને કારણે નિર્દોષ લોકોએ ભોગ બનવાનો વારો આવતો હોય છે. ત્યારે હવે ઓવર સ્પીડને કારણે બનતા આ પ્રકારના અકસ્માતો પર અંકુશ લગાવવા માટે પોલીસ વિભાગને સ્પીડ ગનથી કાર્યવાહી કરવાની ટ્રેનિંગ આપી દેવામાં આવી છે.

પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપી દેવામાં આવી

અકસ્માતો અને સ્પીડ પર અંકુશ મેળવી શકાય તે માટે શહેર પોલીસે એરિયા પ્રમાણે ચોક્કસ સ્પીડ મર્યાદા નક્કી કરી ઓવર સ્પીડ વાહનચાલકોને ટ્રેક કરવા માટે સ્પીડનો સહારો લેશે. જેમાં વાહનોની સ્પીડ કેપ્ચર કરવા સાથે ફોટો અને વીડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવશે અને તે માટે પોલીસ કર્મીઓને ટ્રેનિંગ આપી દેવામાં આવી છે. જેના થકી આગામી દિવસોમાં વાહનોને ટ્રેક કરી પોલીસ કાર્યવાહી કરશે. બેફામ વાહન ચાલકો અને ગતિ મર્યાદા કરતા વધુ સ્પીડમાં વાહન હકારતા ચાલકોને કારણે અનેકવાર સર્જાતા અકસ્માતો પર અંકુશ લાવવા માટે રાજ્ય સરકારે પોલીસ વિભાગને સ્પીડ ગનથી સજ્જ કરી છે અને તેના માટે ઓપરેટિંગ સિસ્ટમ અંગે તાલીમ પણ આપવામાં આવી છે.

એક કિલોમીટર દૂરથી જ વાહનોની સ્પીડ કેપ્ચર થશે
પોલીસની આ સ્પીડ ગનમાં એક કિલોમીટર દૂરથી જ વાહનોની સ્પીડ કેપ્ચર થઈ શકે તેવી સિસ્ટમ ઉપલબ્ધ છે. જેમાં વાહન ચાલકોનો ફોટો અને વીડીયોગ્રાફી પણ થઈ શકે તેવી સુવિધા છે. પોલીસ સ્થળ પર જ ઓવર સ્પીડ વાહન ચાલકોને દંડ ફટકારી શકશે. આ રીતે આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ સાથે ઓવર સ્પીડ વાહન ચાલકો પર બાજ નજર રાખવા તૈયારી કરી લીધી છે.

Related posts

અમદાવાદ: આગામી એક કલાકમાં આ વિસ્તારમાં માવઠાંની આગાહી, જાણો આજે ક્યાં વરસ્યો કમોસમી વરસાદ?

Ahmedabad Samay

અમદાવાદમાં ‘Sunday on Cycles’ અભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

આજથી હેલ્મેટ ફરજીયાત, ૦૯ થી ૨૦ સપ્ટેમ્બર સુધી ટ્રાફિક ડ્રાઇવ રહશે, હેલ્મેટ ન પહેરવા પર ગુન્હો દાખલ કરાશે

Ahmedabad Samay

ભાજપે પ્રથમ યાદી કરી જાહેર, આજે સવારે ભાજપે ૧૮૨ બેઠકો પૈકી ૧૦૦ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી.

Ahmedabad Samay

યુ.કે આવતા અને જતા તમામ વિમાની ઉડયનો ઉપર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો