September 11, 2026
મોદી
ગુજરાત

PM નરેન્દ્રભાઈ મોદીના શાસનને ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે આજે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના સતત ૧૨ વર્ષ પૂર્ણ થવા પર પ્રદેશ ભાજપાના ‘ ૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના ‘ અભિયાન અન્વયે ૧૦ જૂન, બુધવારે રાજ્યભરમાં વિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાશે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૭.૦૦ કલાકે ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે:ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાંજે ૭.૦૦ કલાકે મેહસાણા જિલ્લાના વડનગર સ્થિત પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતીમાં જોડાશે રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ મહામંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, ભાજપા આગેવાનો અને કાર્યકરો નિર્ધારિત દેવસ્થાનોએ ઉપસ્થિત રહી મહાઆરતીમાં સહભાગી થશે
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને ગુજરાતની ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સતત ૧૨ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કેન્દ્રીય ભાજપાની કાર્યયોજના અનુસાર પ્રદેશ ભાજપા દ્વારા આયોજિત ‘૧૨ વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના‘ અભિયાન અન્વયે તા. ૧૦ જૂન, બુધવારે રાજ્યના તમામ જિલ્લા- મહાનગરોમાં સ્થિત વિવિધ મંદિરોમાં ભાજપા આગેવાનો, ચુંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે મહાઆરતીમાં સહભાગી થશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે ઈશ્વરને પ્રાર્થના કરશે. આ ઉપરાંત મહાપુરુષોની પ્રતિમાની સફાઈ અને સ્વચ્છતા અભિયાન પણ યોજાશે.
૧૦ જૂન, બુધવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સવારે ૭.૦૦ કલાકે ગાંધીનગરના અડાલજ સ્થિત ત્રિમંદિર ખાતે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મેહસાણા જિલ્લાના વડનગર સ્થિત પૌરાણિક હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે ૭.૦૦ કલાકે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. પ્રદેશ મહામંત્રીઓ પ્રશાંતભાઈ કોરાટ દેવમોગરા ખાતે, અનિરૂદ્ધભાઈ દવે માતાના મઢ, કચ્છ ખાતે; અજયભાઈ બ્રહ્મભટ્ટ વડનગર ખાતે, હિતેન્દ્રસિંહ ચૌહાણ પાવાગઢ ખાતે મહાઆરતીમાં સાંજે ૭.૦૦ કલાકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, સાંસદઓ, ધારાસભ્યઓ, ભાજપા આગેવાનો, સ્થાનિક ચુંટાયેલા સભ્યો અને કાર્યકરો નિર્ધારિત દેવસ્થાનોએ ઉપસ્થિત રહી સાંજે ૭.૦૦ કલાકે મહાઆરતીમાં સહભાગી થશે. મહાઆરતીમાં ઉપસ્થિત રહેનાર મહાનુભાવો અંગેની માહિતી આ અખબારી યાદી સાથે સામેલ છે

Related posts

અક્ષય તૃતીયાંશ નિમિતે શહેર મુજબ ખરીદીનો શ્રેષ્ઠ સમય

Ahmedabad Samay

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે

Ahmedabad Samay

NCERT ૧૨માં ધોરણના ઈતિહાસના પુસ્તક ઈન્ડિયન હિસ્ટ્રી પાર્ટ-૨ નું જુઠાણું આવ્યું સામે

Ahmedabad Samay

૧૩,૧૪,૨૭ અને ૨૮ ફેબ્રુઆરીએ ગુજરાત સ્ટેટ રેસલિંગ એસોસિએશન દ્વારા યોજાઇ સબ-જુનિયર અને જુનિયર રેસલિંગ કોમ્પિટિશન

Ahmedabad Samay

ઉત્તરાખંડમાં બસ દુર્ઘટના બાદ 7 ગુજરાતીઓના મૃતદેહ અમદાવાદ લવાયા, વતનમાં થશે અંતિમ વિધી

Ahmedabad Samay

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલ IIM ના વિદ્યાર્થીને કોરોના થતા સુપર સ્પ્રેડર બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો