August 9, 2026
રમતગમત

PBKS Vs LSG: લખનઉના બે બોલરોએ પંજાબને હરાવ્યું, મોહાલીમાં લખનઉની જીતના આ રહ્યા કારણો

લખનઉ સુપર જાયન્ટ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને પંજાબ કિંગ્સને 56 રનથી હરાવ્યું. લખનઉની જીતમાં બેટ્સમેનોની સાથે બોલરોએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. લખનઉના માત્ર બે બોલરોએ પંજાબના ખેલાડીઓને પરસેવો પાડી દીધો હતો. પંજાબની હાર પાછળ ઘણા કારણો હતા. લખનઉના યશ ઠાકુરે ખતરનાક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. જ્યારે નવીન ઉલ હકે 3 વિકેટ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા લખનઉએ પંજાબને 257 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં પંજાબના ખેલાડીઓ 201 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગયા હતા. આ દરમિયાન લખનઉના યશ ઠાકુર અને નવીન ઉલ હકે બેટ્સમેનોને પરસેવો પાડી દીધો હતો. યશે 3.5 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. નવીને 4 ઓવરમાં 30 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેણે પ્રભસિમરન સિંહ, સેમ કરન અને કાગિસો રબાડાને આઉટ કર્યા. જ્યારે યશે સિકંદર રઝા, જીતેશ શર્મા, શાહરૂખ ખાન અને રાહુલને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

પંજાબના બોલરો લખનઉની ભાગીદારીને સરળતાથી તોડી શક્યા ન હતા. તેની હારનું આ એક મોટું કારણ હતું. લખનઉ તરફથી મેયર્સે 54 રનની ઇનિંગ રમી હતી. આયુષ બદોનીએ 43 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 72 રનની મોટી ઇનિંગ રમી હતી. નિકોલસ પૂરને 45 રનનું યોગદાન આપ્યું હતું. પંજાબના બોલરો આ ખેલાડીઓને રોકવામાં નિષ્ફળ રહ્યા હતા. તે આઉટ થયો ત્યાં સુધીમાં ઘણા રન બની ચૂક્યા હતા. પંજાબની હાર માટે મોટાભાગે બોલિંગ જવાબદાર હતી.

મોહાલીમાં રમાયેલી મેચમાં કેપ્ટન રાહુલે પંજાબ સામે નવ ખેલાડીઓને બોલિંગ કરાવ્યા હતા. યશ અને નવીન સાથે રવિ બિશ્નોઈએ પણ વિકેટ લીધી હતી. તેણે 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. માર્કસ સ્ટોઇનિસે 1.5 ઓવરમાં 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. જો આપણે પંજાબની વાત કરીએ તો તેના માટે કાગીસો રબાડાએ 2 વિકેટ ઝડપી હતી. જો કે, તેઓ ખૂબ ખર્ચાળ સાબિત થયા. તેણે 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. અર્શદીપ સિંહે 54 રન આપીને 1 વિકેટ લીધી હતી.

Related posts

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર  કોરોનાની ઝપટેમાં

Ahmedabad Samay

ટોકયો ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમની સફર ૨૪ જુલાઈથી શરૂ થશે

Ahmedabad Samay

ઓલ ઇન્ડિયા પોલીસ 9 થી 13 મે સુધી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ માટે ગુજરાત પોલીસનું સિલેક્શન સુરતમાં

Ahmedabad Samay

બીસીસીઆઈની મુંજવણ, ટેસ્ટ મેચમાં વાઇસ કેપ્ટન કોણ બનશે ?

Ahmedabad Samay

IPLના 15 વર્ષ પૂરા, જાણો કેવું રહેશે ઓલ ટાઈમ ફેવરીટ પ્લેઈંગ 11

Ahmedabad Samay

World Cup 2023: ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ થઈ શકે છે આજે જાહેર , ભારત- પાકિસ્તાન 15 ઓક્ટોબરે સામ- સામે ટકરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો