લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રને હરાવ્યું હતું. લખનઉ તરફથી માર્કસ સ્ટોઇનિસે 5 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. તેણે 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ મેચમાં ઘણા રેકોર્ડ બન્યા હતા. પંજાબ અને લખનઉના ખેલાડીઓએ ઝડપી બેટિંગ કરતા સિક્સર અને ફોરનો રેકોર્ડ બનાવ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં આ બીજી મેચ હતી જેમાં સૌથી વધુ સિક્સ અને ફોર ફટકારવામાં આવી હતી.
લખનઉ તરફથી તેણે બે અડધી સદી ફટકારી હતી. સ્ટોઇનિસે 72 રનની ઇનિંગ રમી હતી. જ્યારે ઓપનર કાયલ મેયર્સે 24 બોલમાં 54 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આયુષ બદોનીએ 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. એ જ રીતે પંજાબ તરફથી અથર્વ તાયડેએ અડધી સદી ફટકારી હતી. તેણે 36 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ મેચમાં બંને ટીમોએ મળીને 67 બાઉન્ડ્રી લગાવી હતી.
2010માં ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી IPL મેચમાં સૌથી વધુ સિક્સર અને ફોર ફટકારવામાં આવી હતી. આ મેચમાં બંને ટીમના ખેલાડીઓએ 69 બાઉન્ડ્રી ફટકારી હતી. આ પછી વર્ષ 2018માં પંજાબ અને કોલકાતા વચ્ચે રમાયેલી મેચમાં 67 છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. અગાઉ 2008માં ડેક્કન ચાર્જર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં 65 છગ્ગા અને ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા.
મોહાલીમાં રમાયેલી મેચમાં લખનઉએ પ્રથમ બેટિંગ કરતા 257 રન બનાવ્યા હતા. આઈપીએલના ઈતિહાસમાં આ બીજો સૌથી મોટો સ્કોર હતો. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 2013માં 263 રન બનાવ્યા હતા. RCBએ 2016માં ગુજરાત સામે 248 રન બનાવ્યા હતા.
PBKS vs LSG: લખનઉએ આઇપીએલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવ્યો, પંજાબને 56 રનથી હરાવ્યું
IPL 2023ની 38મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 56 રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઇનિસે 40 બોલમાં 72 રન અને કાયલ મેયર્સે 24 બોલમાં 54 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સની ટીમ 19.5 ઓવરમાં 201 રનમાં સમેટાઈ ગઈ હતી. અથર્વ તાયડેએ 36 બોલમાં 66 રનની ઇનિંગ રમી હતી. આ પછી કોઈ બેટ્સમેન 40+ રન બનાવી શક્યો નહોતો. યશ ઠાકુરે ચાર અને નવીન ઉલ હકે ત્રણ વિકેટ ઝડપી હતી.