August 7, 2026
અપરાધ

અમદાવાદ: બગોદરાની હોટેલમાં રોકાયેલા મુંબઈના પરિવારના 4 મોબાઇલ, રોકડ મળી રૂ.37,500ની મતા ચોરાઈ

અમદાવાદ જિલ્લામાં તસ્કરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. ત્યારે તસ્કરો દ્વારા વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. બાવળા તાલુકાના બગોદરામાં આવેલા નવકાર તીર્થધામમાં એક પરિવારે મુંબઈથી આવીને રાત્રિ રોકાણ કર્યું હતું. ત્યારે બારીની જાળી તોડી રૂમમાં પ્રવેશ કરી કેટલાક તસ્કરો 4 મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ. 37,500ની મુદ્દામાલની ચોરી કરી ફરાર થયા હતા. આ મામલે પરિવારે બગોદરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

મળતી માહિતી મુજબ, મુંબઇનાં મુલુંડમાં રહેતાં ગૌરવભાઇ ગાલા પત્ની પ્રીતીબેન અને બહેન શીતલબેન સાથે ગાડી લઈને આવ્યા હતા. દરમિયાન બાવળાના બગોદરામાં આવેલા નવકાર તીર્થધામમાં 1 રૂમ ભાડે રાખીને સરસામાન રૂમમાં મૂકી રાત્રે સુઇ ગયા હતા. દરમિયાન મોડી રાતે જ્યારે શીતલબેન જાગ્યા હતા તો ચેક કરતા મોબાઇલ મળ્યા ન હોતા. આથી તેમણે ભાઈ-ભાભીને જગાડ્યા હતા. રૂમમાં વધુ તપાસ કરતા બારી જાળી તૂટેલી જોવા મળી હતી અને 2 સ્લાઇડિંગ પણ ખુલ્લા હતા.

આથી બારીમાંથી તસ્કરોએ રૂમમાં પ્રવેશીને રૂ. 8,500ના 4 મોબાઇલ, રૂ. 10 હજારનું કાનમાં સાંભળવાનું મશીન, રુ. 18 હજાર રોકડા, 2 ઘડીયાળ, જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ રૂ. 37,500ના મુદ્દામાલની ચોરી કરી હતી અને ફરાર થયા હોવાનું જણાયું હતું. આ મામલે બગોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે અજાણ્યા લોકો સામે ચોરી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

મોરબીમાં જૂની અદાવતમાં મહિલાએ એડવોકેટ સાથે જાહેરમાં ઝપાઝપી કરી હતી

Ahmedabad Samay

ગેંગસ્ટર વિકાસ દુબેની ગેમ ઓવર, કાનપુરમાં એન્કાઉન્ટર માં વિકાસ ઠાર

Ahmedabad Samay

મેમકો વિસ્તારમાં પોલીસના હપ્તા ખોરીના કારણે સુરત વાડી ઘટના બનતી રહી ગઇ,મેમકો વિસ્તારમાં બન્યો છેડતીનો બનાવ

Ahmedabad Samay

દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે, પાકિસ્તાન  દ્વારા સંચાલિત ટેરર મોડ્યુલનો પર્દાફાશ કર્યો, ૦૬ આંતકીની કરી ધરપકડ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ૩ વર્ષની દીકરી પર થયેલ બળાત્કારના પીડિત પરિવારને યોગ્ય આર્થિક સહાય આપી ન્યાય આપવા માટે માંગણી કરી

Ahmedabad Samay

કુબેરનગરમાં બિલ્ડીંગ નીચે દટાઈ મૃત્યુ પામેલા પુત્રના પિતાએ એજ સ્થાને આત્મવિલોપનનો પ્રયત્ન કર્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો