September 21, 2026
ગુજરાત

અમદાવાદ: CM ભૂપેન્દ્ર પટેલના પુત્રને બ્રેઇન સ્ટોક આવતા મુંબઈની હિન્દુજા હોસ્પિટલ લઇ જવાયા, પિતા પણ સાથે ગયા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને રવિવારે બ્રેઇન સ્ટ્રોક આવતા કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આજે સવારે અનુજ પટેલને વધુ સારવાર અર્થે મુંબઈ લઈ જવાયા છે જ્યાં હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. એર એમ્બ્યુલન્સ મારફતે અનુજ પટેલને મુંબઈ લઈ જવાયા હોવાની માહિતી મળી છે.

મીડિયા અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા રવિવારે કે.ડી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે સવારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અનુજ પટેલની ખબર અંતર પૂછવા માટે કે.ડી. હોસ્પિટલ પહોંચ્યા હતા. સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અનુજ પટેલ સાથે મુંબઈ ગયા હોવાની માહિતી છે. અનુજ પટેલને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. પુત્રની નાદુરસ્તીના લીધે મુખ્યમંત્રીએ હાલના તેમના કાર્યક્રમો સ્થગિત કર્યા છે. આથી જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની થનારી ઉજવણીમાં પણ સીએમ હાજર નહીં રહી શકે.

CM જામનગરમાં સ્થાપના દિવસના કાર્યક્રમમાં ગેરહાજર રહેશે 

જણાવી દઈએ કે, આ વર્ષે જામનગરમાં ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી આજે થઈ રહી છે. ત્યારે હવે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં આ કાર્યક્રમ યોજાશે. માહિતી છે કે જામનગરના આ કાર્યક્રમોમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ હાજરી આપી શકે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલે પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે અને રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે.

Related posts

કાલે બપોર બાદ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં “ નિસર્ગ ” વાવાઝોડા ની અસર દેખાવા લાગશે.

Ahmedabad Samay

હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ દર્દીના ડેથ સર્ટિફિકેટ આપવા કર્મચારી ટલાવી રહ્યા છે

Ahmedabad Samay

કાજલ હિન્દુસ્તાનીએ કોંગ્રેસ નેતા પર ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું કે કોંગ્રેસના એક નેતા તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપી રહ્યા છે

Ahmedabad Samay

વડાપ્રધાન મોદી સોમનાથ અમળત પર્વમાં આજે સહભાગી થયા

Ahmedabad Samay

આઈજા એ શિથિલાચાર નો અંત લાવવા અને અબોલ જીવોને બચાવવા માટે રાજકીય નેતાઓ સાથે મુલાકાત કરી

Ahmedabad Samay

કુબેરનગર વોર્ડમાં ભાજપ નેતાઓ નો જનતા દ્વારા ઉગ્ર વિરોધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો