અમદાવાદમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. યુવતીએ તેના એક્સ બોયફ્રેન્ડની મંગેતરના ન્યૂડ ફોટો વાયરલ કરી દેતા પોલીસે યુવતીની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં બહાર આવી છે કે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરી એ યુવતીના ફિયાંસ સાથે આરોપી યુવતીને પ્રેમ સંબંધ હતો. જોકે બંનેના પરિવારજનોને જાણ થતાં આ પ્રેમ સંબંધ તૂટી ગયો હતો. અને આરોપી યુવતી ના એક્સ બોયફ્રેન્ડ એ સગાઈ કરી લીધી હતી.
જેથી યુવતી એ તેનો બદલો લેવાનું નક્કી કર્યું હતું. અને યુવતી પાસે તેના બોયફ્રેન્ડનો ઇન્સ્ટાગ્રામ આઈડી અને પાસવર્ડ હતો. જેથી તેણે ઇન્સ્ટાગ્રામ ના ચેટ માંથી તેની મંગેતર ના ન્યૂડ ફોટો મેળવી લીધા હતા. અને ફેક આઇ ડી બનાવી ને તે વાયરલ કરી દીધા હતા.
જો કે આ બાબત ની જાણ ફરિયાદી ને થતાં તેણે સાયબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ સમગ્ર મામલે તપાસ કરી આરોપી ની ધરપકડ કરી છે. જો કે આ રીતે વિશ્વાસ માં આવી ને સોશ્યલ મીડિયા ના આઇ ડી પાસવર્ડ કોઈને આપવા ક્યારેક નુકસાન પહોંચાડી શકે છે.