અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠના વર્ગ 4ના સેવકો મુશ્કેલીમાં મુકાયા છે. 50 જેટલા સેવકોનો મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. નોટિસ મળેલા સેવકો વર્ષોથી સંસ્થા સાથે જોડાયેલા છે ત્યારે હવે કોન્ટ્રાક્ટ પૂરો થયો કહીં મકાન ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિદ્યાપીઠના સેવકો મુશ્કેલીઓમાં મુકાયા છે.
જો કે, બીજીતરફ વિદ્યાપીઠ તંત્રનું પણ કહેવું છે કે, કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે અને નવા અન્યને ચાન્સ મળે. આ ઉપરાંત જેમણે નોટીસ આપવામાં આવી છે તેમને 30 દિવસમાં મકાન ખાલી કરવાનું રહેશે અને જો મકાન ખાલી તેઓ નથી કરતા તો તેમને બજાર કિંતમ જેટલું ભાડું ચૂકવવાનું રહેશે. તેમ સૂચવવામાં આવ્યું છે. જેથી વર્ગ 4ના આ કર્મચારીઓની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે. ખાસ કરીને જે સેવકો વિદ્યાપીઠમાં વર્ષોથી કામ કરતા હતા તેઓનું કહેવું છે કે, તેમાંથી કેટલાકની ઉંમર પણ થઈ ગઈ છે જેઓ હવે કોઈ બીજું કામ કરી શકે તેમ નથી આ સિવા અહીં ઘણા વર્ષોથી તેમને સેવા આપી છે. જેથી તેમના માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરાઈ રહી છે.
કોન્ટ્રાક્ટ પૂર્ણ થતા આગામી સમયમાં નવી ભરતી પ્રક્રિયા શરુ કરવામાં આવશે. આ ભરતી પ્રક્રીયા પ્રાપ્ત વિગતો અનુસાર ટૂંક સમયમાં કરવામાં આવી શકે છે. વિદ્યાપીઠના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જે કર્મચારીઓનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો છે તેમની તમામ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થશે. જેમાં અભ્યાસ અને આવડતના આધારે ભરતી કરવામાં આવશે. વિદ્યાપીઠનો મુખ્ય ઉદ્દેશ્ય નવા ઉમેદવારોને પણ નોકરીની તકો પૂરી પાડવાનો છે.