૦૪ દિવસ બાદ ઈંદોરમાં હિન્દુ સંગઠનના કાર્યકરો ઉપર પથ્થરમારો કરવાનો મામલો ઉગ્ર બનતા લોકોના ધ્યાનમાં આવ્યો છે. અહીંના ગૌતમપુરાના ચંદનખેડી ગામમાં અયોધ્યામાં રામ મંદિર માટે ભંડોળ એકત્ર કરવા માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક લોકોએ મસ્જિદની સામે હનુમાન ચાલીસાના પાઠ શરૂ કર્યા. બાઇક પરથી ઉતરી આવેલા લોકોને બાજુમાં રહેલ કેટલાક લોકો સાથે માથાકૂટ થઈ હતી. આ પછી પત્થરો ફેંકાવા લાગ્યા હતા, તમામ ઘટના પોલીસની હાજરીમાં પથ્થરમારો અને લાઠીઓ વરસાવાઈ હતી,સ્થળ પર તનાવની પરિસ્થિતિઓ સર્જાતા મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે..
હિન્દુ સંગઠનના લોકો પર પથ્થરમારોની ઘટના બાદ ઇન્દોર અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાય ગયો છે. ગામમાં હજી તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ડીઆઈજી હરિનારાયણચારી મિશ્રાએ જણાવ્યું હતું કે, હવે વિસ્તારમાં સામાન્ય સ્થિતિ છે, સુરક્ષા માટે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે