February 10, 2025
ગુજરાતઅપરાધ

પરિણીતાએ પ્રેમી યુવક પર જ ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કર્યો

અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતી એક ૧૯ વર્ષીય પરિણીતાએ યુવક પર ઘરમાં બળજબરી ઘુસીને બળાત્કારનાં પ્રયાસનો ગુનો દાખલ કરાવવામાં આવ્યો હતો.

જો કે પોલીસે યુવાનની કેફિયત પુછતા કંઇક અલગ જ એન્ગલ આવતા મહિલા હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. જેમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યું . યુવતીએ કબુલ્યું હતું કે, બંન્ને વચ્ચે પ્રેમ સંબંધ હતો. તેઓ છેલ્લા ઘણા લાંબા સમયથી મળતા પણ હોવાની કેફિયત આપી હતી. જો કે બંન્નેને મળતા એક સંબંધી જોઇ જતા તેઓ પરિવારને જાણ ન કરે તે માટે તેણે આ પ્રકારની ફરિયાદ કરી હતી. જેના કારણે યુવક પર બળાત્કારનો આરોપ મુકીને કેસ દાખલ કરાવી દીધો હતો.

મહિલા હેલ્પ લાઇનની ટીમે યુવતીને ગભરાયા વગર જે પણ સત્ય હોય તે કહેવા માટે જણઆવ્યું હતું. જેથી મહિલાએ જણાવ્યું કે, તમે કોઇને કહેતા નહી, હું મોટી તકલીફ મુકાઇ જઇશ. જેથી હેલ્પલાઇન કર્મચારીઓને તેમને સાંત્વના આપી હતી. પરિણીતાએ જણાવ્યું કે, પાછળના મહોલ્લામાં રહેતા યુવક સાથે છેલ્લા ચાર મહિનાથી સંબંધ છે. અવાર નવાર તેઓ મરજીથી મળતા હતા. કોઇ સંબંધી તેમના ઘરની બહાર નિકળતા જોઇ ગયા હતા. જેથી પતિ તેમને છુટાછેડા આપી દેશે એવા ડરથી તેણે સાચી હકીકત છુપાવવા માટે પ્રેમી પર ખોટો આરોપ મુક્યો હતો.

પ્રેમનો ભાંડો ફુટી જશે અથવા અન્ય કોઇ રીતે પતિને જાણ થશે તો પિયર મોકલી દેશે. માતા પિતાને પણ જાણ થશે તો આ રીતે તકલીફમાં મુકાઇ જશે. જેથી આ સમગ્ર બાબતનું કોઇને જાણ ન જાય તે રીતે સમાધાન લાવવા માટે મહિલાએ હેલ્પલાઇનને આજીજી કરી હતી. આખરે હેલ્પલાઇનની ટીમે યુવક અને પરિવારજનો સાથે ખાસ વાતચીત કરી. હવે સંબંધ નહી રાખવા અને ફોન મેસેજ નહી કરવા સમજાવીસમગ્ર સમસ્યાનું હકારાત્મક સમાધાન લાવ્યા હતા.

Related posts

સનાયા અને પ્રિશા નીરજસિંહ ભદૌરિયા દ્વારા શ્રી રામનું ભવ્ય મંદિર નિર્માણ માટે દાન આપ્યું

Ahmedabad Samay

હું રસ્તા પર લડતો હતો ત્યારે મને લાગતું હતું કે કાયદો બનાવવો સરળ કામ છે પરંતુ… – હાર્દિક

Ahmedabad Samay

ચાંદલોડિયા ખાતે દુકાન જબરજસ્તી કબજે કરવા હવામાં કરવામાં આવ્યું ફાયરીંગ

Ahmedabad Samay

જીસીએસ મેડિકલ કોલેજ ખાતે અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્દઘાટન કરાયું

Ahmedabad Samay

ગાંધીનગર: ઘાસ કાપવાનું મશીન ખરીદી રૂ. 3.38 લાખના આપેલા બે ચેક રિટર્ન થતા વેપારી સાથે છેતરપિંડી, 3 સામે ફરિયાદ

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજ અખિલ ભારતના અવિજીત હીરો છે: (૧૦૮) ભવાનીસિંહ શેખાવત

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો