September 23, 2026
અપરાધ

નવસારી: વિજલપોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડો, દારૂનું વેચાણ કરતા 2 ઝડપાયા, મહિલા આરોપી વોન્ટેડ જાહેર

નવસારીના વિજલપોરના રાધાનગર વિસ્તારમાં ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડીને દારૂનું વેચાણ કરનારા 2 શખ્સની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે. પોલીસે ઘટના સ્થળેથી રૂ. 26 હજારના દારૂ સહિત કુલ 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ટાઉન પોલીસ સ્ટેશનને આગળની તપાસ સોંપવામાં આવી છે.

1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

મળતી માહિતી મુજબ, સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે ટીમે વિજલપોરના રાધાનગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. પોલીસ કાર્યવાહી કરી દારૂનું વેચાણ કરતા આરોપી દશરથ બદ્દલ તથા શનિ શિંદેની ધરપકડ કરી હતી અને ઘટના સ્થળેથી રૂ. 26 હજારનો દારૂ અને મોબાઇલ, રોકડ સહિત અન્ય સામાન મળી કુલ રૂ. 1 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ દ્વારા અન્ય એક મહિલા આરોપી અનુપમા ઉર્ફે અનુ વિષ્ણુ લક્ષ્મણભાઈ બદ્દલ ફરાર હોવાથી તેણે વોન્ટેડ જાહેર કરાયો હતો.

સ્થાનિક પોલીસના વલણ સામે સવાલ

આ મામલે વધુ તપાસ ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવતા પોલીસે આરોપીઓ સામે પ્રોહિબિશન સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ વિજલપુરમાં ખુલ્લેઆમ દારૂની હેરાફેરી કરતા ઇસમો સામે સ્થાનિક પોલીસના વલણને લઈને પણ જિલ્લા પોલીસવડા શિક્ષાત્મક કાર્યવાહી કરે છે કે કેમ તે અંગે પોલીસ બેડામાં ગણગણાટ શરૂ થયો છે.

Related posts

મમતા બેનર્જીને હરાવનાર ભાજપના કદાવર નેતા અને ધારાસભ્ય સુવેન્દુ અધિકારીના અંગત સચિવ (PA) ચંદ્રનાથ રથની ઘાતકી હત્યા

Ahmedabad Samay

નિકોલ તોડકાંડ પ્રકરણમાં PI એન.કે. રબારીને સસ્પેન્ડ કરાયા

Ahmedabad Samay

પાટડી તાલુકાના ગેડીયા તાડપત્રી ગેંગનો ગુજસીટોકનો બે વર્ષથી નાસતો ફરતો આરોપી બજાણા પોલીસના હાથે ઝડપાઇ ગયો

Ahmedabad Samay

મેઘાણીનગરના ભાર્ગવ રોડ પર પ્રેમ પ્રકરણમાં બની હત્યાની ઘટના

Ahmedabad Samay

સાત શખ્સોએ 14 વર્ષીય કિશોરની કરી હત્યા

Ahmedabad Samay

લૂંટ અને જીવલેણ હુમલાના આરોપીને ઓઢવ પોલીસે ૪૧ કલાક જેટલા સમયગાળામાં આરોપીઓ ની ગુનામાં ધરપકડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો