January 25, 2025
બિઝનેસ

મોદી સરકાર માટે વધુ એક ખુશખબર: રેકોર્ડ લેવલ પર જીએસટી કલેક્શન, જાણો વધીને કેટલું થયું

GST Collection in May: મોદી સરકાર માટે મોંઘવારી દરમાં ઘટાડા થવાની સાથે જીએસટી (GST) મોરચે પણ સારા સમાચાર આવ્યા છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન મે મહિનામાં 12 ટકાના વધારા સાથે 1.57 લાખ કરોડ રૂપિયા થયું હતું. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાથી ઉપર રહ્યું છે. આ અંગેની માહિતી નાણા મંત્રાલયે આપી હતી. નિષ્ણાતો કહે છે કે આ છેલ્લા એક વર્ષથી તમામ રાજ્યોમાં સતત સારું આર્થિક પ્રદર્શન દર્શાવે છે.

મે 2021માં જીએસટી કલેક્શન 1.41 લાખ કરોડ રૂપિયા રહ્યું

મે 2022માં GST કલેક્શન 1.41 લાખ કરોડ રૂપિયા હતું. અગાઉ એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન રેકોર્ડ 1.87 લાખ કરોડ રૂપિયાને પર પહોંચ્યો હતો. મંત્રાલયે જણાવ્યું હતું કે, મે મહિનામાં GSTની કુલ આવક 1,57,090 રૂપિયા કરોડ હતી. તેમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએસટી) 28,411 કરોડ રૂપિયા, રાજ્ય જીએસટી (એસજીએસટી) 35,828 રૂપિયા કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઇજીએસટી) 81,363 કરોડ રૂપિયા (માલની આયાત પર એકત્રિત કરાયેલ 41,772 કરોડ રૂપિયા સહિત) અને 11,489 કરોડ રૂપિયાનો સેસ (સામાનની આયાત પર એકત્રિત કરાયેલા 1,057 કરોડ રૂપિયા સહિત)નો રહ્યો છે.

સતત ત્રીજા મહિને જીએસટી કલેક્શનમાં વધારો થયો

મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું છે કે, ‘મે, 2023ની આવક ગયા વર્ષના સમાન મહિનાના GST કલેક્શન કરતાં 12 ટકા વધુ છે.’ આ સમયગાળા દરમિયાન, માલની આયાત પરની આવક ગત વર્ષના સમાન મહિનાની સરખામણીમાં 12 ટકા વધારે રહી છે અને ઘરેલુ વ્યવહારો પરની આવક (સેવાઓની આયાત સહિત) 11 ટકા વધી છે. મે એ સતત ત્રીજો મહિનો છે જ્યારે GST કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયું છે. અગાઉ એપ્રિલમાં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું હતું જ્યારે માર્ચમાં તે 1.60 લાખ કરોડ રૂપિયા હતું.

મે મહિનો સતત 14મો મહિનો છે જેમાં 1.40 લાખ કરોડ રૂપિયાથી વધુનું GST કલેક્શન થયું છે. 1 જુલાઈ, 2017ના રોજ GST લાગુ થયા બાદ GST કલેક્શન 1.50 લાખ કરોડના આંકડાને પાંચ વખત વટાવી ગયું છે. કેપીએમજી ઈન ઈન્ડિયાના વડા અભિષેક જૈને જણાવ્યું હતું કે, જીએસટી કલેક્શન આ નાણાકીય વર્ષ માટે સરકારના બજેટ અંદાજને અનુરૂપ છે. તેમણે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2023 પહેલાં GST ઓડિટ મોટા પાયા પર થવાનું છે, જેના કારણે આગામી મહિનામાં આંકડો વધી શકે છે.

Related posts

Google-Facebook-Tesla કંપનીમાં કરો ઇન્વેસ્ટ, ભારતમાં રહો અને યુએસ સ્ટોકબજારમાં કરો ઇન્વેસ્ટ, આ છે આસાન રસ્તો

Ahmedabad Samay

આ વસ્તુ સામે ચાંદીની કિંમત પણ ફિક્કી, લાખો રૂપિયામાં થશે કમાણી, શરૂ કરી શકો છો આ બિઝનેસ

Ahmedabad Samay

શેરબજારમાં સતત બીજા દિવસે મોટો ઘટાડો, સેન્સેક્સ 270 પોઈન્ટ ઘટીને 65,500ની નજીક, ગેમિંગ શેરોમાં ઘટાડો

Ahmedabad Samay

ભોજનની થાળી પર મોંઘવારીનો માર… જાણો એક વર્ષમાં કેટલો વધી ગયો ભાવ?

Ahmedabad Samay

Rs 500 Fake Currency: 500ની નોટ અંગે હવે મોટો ખુલાસો, RBIનું વધ્યું ટેન્શન!

Ahmedabad Samay

આજથી લિંડા હશે ટ્વિટરની બોસ, શું ‘ડૂબતી’ કંપનીને બચાવી શકશે? કેવો છે તેમનો પાછલો રેકોર્ડ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો