September 22, 2026
અપરાધગુજરાત

થલતેજના દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો

અશોકભાઈ કરશનદાસ પટેલ (71) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી ગુનેગારોની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

હેબતપુર શાંતિ પેલેસ બંગ્લોઝમાં રહેતા અશોકભાઈ અને પત્ની જ્યોત્સ્નાબહેનની હત્યા કરી રૂ.2.45 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયેલા લૂંટારાને ઓળખવા પોલીસે હેબતપુર વિસ્તારમાં 200 કરતાં પણ વધારે સીસીટીવીના ફૂટેજ જોયા હતા. જેમાં લૂંટારા 2 બાઈક ઉપર આવ્યા હોવાનું પુરવાર થયું હતુ.

તેના આધારે ચારેય લૂંટારા અને હિસ્ટ્રીશીટર ચોર – લૂંટારા હોવાનું પોલીસ તપાસમાં પુરવાર થયું હતું. અશોકભાઈ અને જ્યોત્સ્નાબહેનની હત્યા કર્યા બાદ ચારેય આરોપી અમદાવાદ છોડીને બહાર ભાગી ગયા હતા.

ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી બે આરોપીઓ ભીંડ જીલલાના મહેગાંવ વિસ્તારમાંથી અન્ય એક આમોખ વિસ્તારમાંથી, અને એકને અમદાવાદ જનતાનગર પકડવામાં આવેલ છે. દંપતિના ઘરે ફર્નિચરનુ કામ કરનાર જ માસ્ટર માઈન્ડ નીકળ્યો છે.

Related posts

ગાંધીનગર: રાજ્યની શાળાઓમાં ધો.1થી 8 સુધી ગુજરાતી ફરજિયાત, અમિત ચાવડાએ કહ્યું- વિદ્યાર્થીઓ માટે જ નહીં, સરકારી બાબૂઓ પણ…

Ahmedabad Samay

એસ.ટી. બસના ડ્રાઈવરને હાર્ટએટેક આવતા પોલીસના જવાનોએ સ્થળ પર સીપીઆર આપી બચાવ્યું જીવન, ગૃહમંત્રીએ કર્યા વખાણ

Ahmedabad Samay

શાળામાં આવતા વિદ્યાર્થીને કોરોના થાય તો સંચાલક જવાબદાર નહી:સ્કૂલ મેનેજમેન્ટ

Ahmedabad Samay

એર ઇન્ડિયાના વિમાન ક્રેશની ભયાવહ દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો દ્વારા જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલે દેશભરમાં સનસનાટી મચાવી, પ્રાથમિક રિપોર્ટ કરી જાહેર

Ahmedabad Samay

અમદાવાદ: ભેજાબાજ કિરણ પટેલને એકવાર ફરી જમ્મુ જેલ મોકલાયો, આ લોકોની પણ ધરપકડ કરાઈ!

Ahmedabad Samay

PM 27 જૂને સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન સૌની યોજના લીંક 3નું લોકાર્પણ કરશે, 1 લાખ લોકોને મળશે નર્મદાના પાણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો