September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

અમદાવાદમાં વહેલી સવારથી જ ક્લાઉડી વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે આજથી છૂટાછવાયા ઝાપટા અમદાવાદમાં પડી શકે છે. 7 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે. અમદાવાદ ઉપરાંત રાજ્યના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે.

એક તરફ વરસાદની કોઈ સિસ્ટમ સક્રીય નથી થઈ. તે છતાં પણ વરસાદી માહોલ જામી શકે છે. ચોમાસું વિત્યાને 1.5 મહિના આસપાસનો સમય થઈ ગયો છે ત્યારે ચોમાસું બેઠા બાદ વિવિધ ભાગોમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો ત્યારે ફરી એકવાર હળવા વરસાદની આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી રહી છે.

અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત નવસારી, વલસાડ, તાપી, દમણ, દાહોદ, સાબરકાંઠા, મહિસાગર, જૂનાગઢ, અમરેલી, ગીર, સોમનાથ સહીતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાઈ શકે છે.

અંબાલાલ પટેલે પણ કરી છે આગાહી 
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર આગામી 72 કલાકમાં અમદાવાદ સહીત ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ પડશે. મહાનક્ષત્ર બેસી રહ્યું હોવાથી મંગળની રાશિમાં પરીવર્તન આવશે તેમ તેમણે નક્ષત્ર પ્રમાણે કહ્યું હતું. હિંમતનગરના ભાગોમાં, બાયડના ભાગોમાં હળવો વરસાદ રહેશે જ્યારે દાહોદ, ગોધરા, કપડવંજ, ખેડા, આણંદના વિસ્તારોમાં અડધો ઈંચ વરસાદ પડી શકે છે.  આમ ઉત્તર અને મધ્યગુજરાતમાં સારો એવો વરસાદ ખેતીલાયક થશે. તેમ તેમણે કહ્યું હતું.

Related posts

રવિવાર ના રોજ મોહિની એકાદશી વ્રત છે,જાણો મોહિની વ્રતની મહિમા અને વ્રતના ફાયદા. શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા

Ahmedabad Samay

મેઘાણીનગરમાં વહુને ફીનાઇલ પીવડાવી મારવાના કિસ્સામાં યોગ્ય કાર્યવાહી નથતા, ગુન્હેગાર બન્યા વધુ બેફામ, વારંવાર ઝઘડો અને માનસિક ત્રાસ વધુ આપતા ફરી ફરિયાદ કરાઇ

Ahmedabad Samay

વિરસાવર્કર સ્પોર્ટ સંકુલ ખાતે આઇટી કેર કોમ્પ્યુટર એજ્યુકેશન દ્વારા વાર્ષિક સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

શુ તમે જાણો છે ગુજરાતના કયા રાજ્ય માંથી 97 નદીઓ વહેછે ? આવો જાણી 97 નદીઓ ક્યાં રાજ્ય માંથી વહે છે

Ahmedabad Samay

નવા નરોડના બ્રહ્મકુમારી સેન્ટર દ્વારા મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ઢાલગરવાડ કાપડ માર્કેટમાં પટ્ટા બનાવી દુકાનની આગળ પાથરણાવાળાઓને બેસાડવાનો નિર્ણય કરાતાં દુકાનદારોએ વિરોધ નોંધાવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો