વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ વિભાગમાં પ્રથમ 4 માર્ગીય રેલ્વે ટ્રેક બનાવવાને લઈને કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે. અમદાવાદ ઝોનમાં સામખિયાળીથી ગાંધીધામ સુધીનો ટ્રેક ફોર લેન કરાશે. જે માટે કેન્દ્ર દ્વારા 1571 કરોડ રુપિયા ફાળવવામાં આવશે.
કેન્દ્ર સરકારને ગુજરાત દ્વારા મોટી ભેટ મળવા જઈ રહી છે. સામખિયાળીથી ગાંધીધામ રેલ્વે ટ્રેક 4 લેન કરાશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી દ્વારા 7 રૂટને 4 માર્ગીય કરવાની જાહેરાત કરાઈ છે. સૌથી મોટી આ જાહેરાત કરવામાં આવી છે. આ 7 પૈકી ગાંધીનગર અને સામખિયાળી ટ્રેક 55 કિમીનો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેમાં મુંદ્રા, જખૌ, કંડલા સહીતના બંદરો 4 માર્ગીય રેલ્વેની સેવાથી જોડાશે. વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ વિભાગમાં પ્રથમ 4 માર્ગીય રેલ્વે ટ્રેક બનશે. જે માટે કેન્દ્ર સરકાર રુ 1571 કરોડ ફાળવશે. સામખિાળથી આગળ બે લેન ટ્રેક જ અવેલેબલ છે.
દેશભરના 7 ટ્રેક ડબલિંગ કરવામાં આવી રહ્યા છે જે પૈકી ગુજરાતને આ રુટ પરથી ફાયદો થઈ રહ્યો છે. 55 કિમીમાં 112 કિમીની રેલ્વે લાઈન નખાશે. જેમાં કચ્છના બંદરોને મોટો ફાયદો થશે. જેના કારણે ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ ખૂબ વધશે. પેસેન્જર ટ્રેન સાથે માલગાડી ટ્રેનની સંખ્યા પણ વધશે. આ ઉપરાંત કચ્છમાં રહેતા લોકોને પણ આ ટ્રેકથી ખૂબ ફાયદો થશે.