ધૈર્યરાજને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ૧૬ કરોડનું ઈન્જેકશન આજે આપવામાં આવ્યું હતું. ધૈર્યરાજ હાલ ડોકટરના ઓબ્ઝર્વેશન હેઠળ સારવાર લઈ રહેલ છે. તેને Zolgensma નામનું ઈન્જેકશન અપાયું હતું. ધૈર્યરાજની તબિયત હાલમાં સ્થિર અને સારી છે. ધૈર્યરાજ સિંહની ગંભીર બીમારીમાં ૧૬ કરોડ એકઠ્ઠા કરવા કિન્નર સમાજે પણ સહયોગ આપ્યો હતો. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનો ત્રણ મહિનાનો ધૈર્યરાજસિંહ જન્મજાત SSM-1 તરીકે ઓળખાતી ગંભીર બિમારીથી પીડિત છે.
આ બિમારી રંગસૂત્ર-૫ નાળીમાં ખામીને કારણે થાય છે અને આ બિમારીના ઇલાજ માટે ૨૨ કરોડ રૂપિયાની જરૂર હોય સમગ્ર દેશમાંથી ધૈર્યરાજ સિંહને આર્થિક મદદ માટે માતાપિતા દ્વારા અપીલ કરવામાં આવતા સહાયનો ધોધ વરસ્યો હતો. બાળકને જે બીમારી છે તે માટે સમગ્ર દેશ તેની મદદે આવેલ અને રકમ એકત્ર કરી આપેલ.