September 23, 2026
જીવનશૈલી

અરેરાટી ઉપજે તેવી ઘટનાથી લોકો સ્તબ્ધ, મેઘરજ ગ્રીન હોટલની ગલીમાંથી વિકસિત દીકરીનું ભ્રુણ મળી આવ્યું, પોલીસ દોડી

અરવલ્લી જીલ્લામાં તરછોડેલ નવજાત શિશુઓ અને ત્યજેલ ભ્રુણ સમયાંતરે મળતા રહે છે ત્યારે મેઘરજ નગરની ગ્રીન હોટલની ગલી માંથી 6 થી 7 મહિનાનું વિકસિત ભ્રુણ મળી આવતા ભારે ચકચાર મચી હતી ખુલ્લામાં ભ્રુણ પડ્યું હોવાથી જાગૃત નાગરિકે આરોગ્ય અને પોલીસ તંત્રને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચ્યા હતા અને ભ્રુણને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું પેનલ પીએમ કરી આરોગ્ય કર્મીઓએ ત્યજેલ ભ્રુણની અંતિમવિધિ કરી હતી વિકસિત ભ્રુણ દીકરીનું હોવાનું બહાર આવતા ભ્રુણ ત્યજી દેનાર સામે ભારે જન આક્રોશ જોવા મળ્યો હતો મેઘરજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

મેઘરજ નગરમાં આવેલી ગ્રીન હોટલના ખાંચામાં ગુરુવારે સવારે વિકસિત ભ્રુણ ત્યજેલું જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા આ અંગે મેઘરજ આરોગ્ય વિભાગ અને પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી ભ્રુણને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું ભ્રુણનું પેનલ પીએમ કરવામાં આવતા પ્રાથમિક દ્રષ્ટિએ વિકસિત ભ્રુણ બાળકીનું હોવાનું ફલિત થયું હતું ભ્રુણના સેમ્પલ એફએસએલ અને વિસેરામાં મોકલવામાં આવ્યા હતા મેઘરજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી ભ્રુણ તરછોડનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

મેઘરજની ગ્રીન હોટલ નજીક તરછોડાયેલ ભ્રુણ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ભ્રુણને ત્યજનાર પાપીઓ સામે ફિટકાર વરસાવી હતી ભ્રુણ દીકરીનું હોવાથી ત્યજી દેવાયું કે પછી ગેરકાયદેસર શારીરિક સબંધથી ગર્ભ રહી જતા પાપ છુપાવવા ભ્રુણ ત્યજી દીધું સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું

Related posts

Skin Care: આ રીતે ચહેરા પર તમાલપત્રનો ઉપયોગ કરો, ખીલ અને કરચલીઓની સમસ્યા દૂર થશે.

Ahmedabad Samay

દેશમાં કાલે પહેલી એપ્રિલથી લોકોના નાણાકીય અને બેન્‍કિંગ આદતમાં નોંધપાત્ર ફેરફારો લાવશે, જાણો મહત્વપૂર્ણ બદલાવો,વાંચો મહત્વપૂર્ણ સમાચાર

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સ્પાઈન ડિપાર્ટમેન્ટમાં આ સમસ્યાનો ઉકેલ, સ્પેશિયલ સ્પાઇન શૂઝ બનાવી આપવામાં આવશે

Ahmedabad Samay

મિત્ર કે જીવનસાથીમાં આ 5 વસ્તુઓ જોવા મળે તો તરત જ થઈ જાઓ અલગ

Ahmedabad Samay

નવા વર્ષે આવ્યા ખુશીના સમાચાર,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોના વૅક્સીનની ટ્રાયલ શરૂ

Ahmedabad Samay

૧૩ ઓગસ્ટ – વિશ્વ અંગ દાન દિવસ: રાજકોટમાં પહેલું અંગદાન ૨૦૦૬ માં થયેલું, અત્યાર સુધીમાં કુલ ૧૦૮ અંગદાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો