જીવન ની કમાઈ ની પાઈ-પાઈ ભેગી કરી હતી,
લાડે -કોડે પાળી પોસી મને પરણાવી હતી,
ક્યાં ખબર હતી કે હસી-ખુશી આવેલી સાસરે,
મારા જીવન ની છેલ્લી હસી બની જાશે ,
બહુ પ્રેમ આપવાની કોસીસ કરી,
પણ બધી કોસીસ નાકામ ઠરી ,
ઇચ્છયું કે આત્મા પણ સોંપી દઉં હું એને ,
પણ એને તો બસ પૈસા ની જ લાલચ નીકળી ,
પાપા ના ઘરે હસ્તી ખેલતી દીકરી ,
આજે એક જીવતી લાશ બની ગઈ ,
જમવા માં જેના બહુ જ બધા નખરા હતા ,
આજે જે પણ રુખુ સુખુ મળે જમતી થઇ ગઈ ,
જે હાથો પર મહેંદી લગાવી આવી હતી ,
એ હાથ સિગરેટ ના ડામ થી ભરાઈ ગયા ,
જે દેહ પર પ્રેમ ભર્યા સ્પર્શ ના સ્પંદન હતા ,
એ દેહ પર આજે પટ્ટા વડે પડેલી માર ની છાપ છપાઈ ગઈ ,
જીવન માં ક્યારે પર પુરુષ માટે વિચાર્યું પણ નથી ,
ને આજે એ જ દીકરી પર બહુ બધા આરોપો ની વર્સા થઇ ગઈ ,
પળે – પળે ઉછળ – કૂદ કરતી દીકરી ના જીવન માં ,
હવે પળે -પળે માર ઝુડ એ લઇ લીધી છે ,
પ્રેમ ભર્યા શબ્દો નો કલરવ જ્યાં હતો ,
એ હવે અપશબ્દો ને અપમાનો એ લઇ લીધી,
પ્રેમ ના બદલા માં એટલી બધી નફરત મળી ,
કે હવે પ્રેમ ના નામ થી પણ નફરત થઇ ગઈ ,
જમવા માં પણ હવે અજીબ ડર લાગે છે ,
ક્યાંક આ જીવન નું છેલ્લું ભાણું તો નથી ,
ક્યાંક મારા જમવા માં ઝહેર તો નથી ,
કોઈ બે બોલ બોલી દે પ્રેમ થી મારી સાથે તો ,
હવે હું ડરી જાઉં છું એ પ્રેમ ભર્યા વચનો થી ,
લાડે -કોડે ઉછરેલી દીકરી આજે ઉદાસ થઇ ગઈ ,
દહેજ ની આ પ્રથા મારા માટે વ્યથા બની ગઈ …
ઓઝલ પટેલ (અમદાવાદ)