હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની માટેની મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. હઠીપુરા હાઇસ્કુલ ખાતે મતદાન યોજાયું હતું.મતદાન પ્રક્રિયામાં બે પેનલ વચ્ચે જંગ જામ્યો હતો જેમાં આદર્શ પેનલ અને પરિવર્તન પેનલે પોતાના સભ્યો સાથે ઉમેદવારી નોંધાવી હતી . આદર્શ પેનલના 10 ઉમેદવારો તેમજ પરિવર્તન પેનલના 10 ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી હતી .
હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભાસદોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાનો અમૂલ્ય મત આપી મતદાન પ્રક્રિયાને પૂર્ણ કરી હતી. મતદાનને અંતે મત ગણતરી બાદ પ્રથમ સૌથી વધુ મતદાન મેળવનાર આદર્શ પેનલના
ઉમેદવારો:ગુલાબસિંહ કોદરસિંહ બારૈયા,નટવરભાઈ કાળીદાસ પટેલ,નગીનભાઈ કનુભાઇ પટેલ,પ્રેમીલાબેન કાન્તીભાઈ પટેલ,મનિષભાઈ રમણભાઈ પટેલ,રાજેશભાઈ જશુભાઇ પટેલ,રેવાબેન જયંતિભાઈ પટેલ,હિતેન્દ્રકુમાર રમણભાઈપટેલ,ધીરૂભાઈ દલસુખભાઈ રાવલ,ધનાભાઈ ધુળાભાઈ વણકર
વિજેતા બન્યા હતા.
આ રીતે આદર્શ પેનલ વિજેતા બની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલ છે. સમગ્ર ઉમેદવારો દ્વારા હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનું વહીવટી સંચાલન કરવાનું તેમના હસ્તક તમામ મતદારોએ વિશ્વાસ રાખી કમાન સોંપાઈ હતી. વિજેતા થયેલા ઉમેદવારો ની પેલને જીતનો જશ્ન મનાવ્યો હતો, કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.