અરવલ્લી જીલ્લામાં તરછોડેલ નવજાત શિશુઓ અને ત્યજેલ ભ્રુણ સમયાંતરે મળતા રહે છે ત્યારે મેઘરજ નગરની ગ્રીન હોટલની ગલી માંથી 6 થી 7 મહિનાનું વિકસિત ભ્રુણ મળી આવતા ભારે ચકચાર મચી હતી ખુલ્લામાં ભ્રુણ પડ્યું હોવાથી જાગૃત નાગરિકે આરોગ્ય અને પોલીસ તંત્રને જાણ કરતા તાબડતોડ સ્થળ પર પહોંચ્યા હતા અને ભ્રુણને સરકારી દવાખાને ખસેડવામાં આવ્યું હતું પેનલ પીએમ કરી આરોગ્ય કર્મીઓએ ત્યજેલ ભ્રુણની અંતિમવિધિ કરી હતી વિકસિત ભ્રુણ દીકરીનું હોવાનું બહાર આવતા ભ્રુણ ત્યજી દેનાર સામે ભારે જન આક્રોશ જોવા મળ્યો હતો મેઘરજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે
મેઘરજ નગરમાં આવેલી ગ્રીન હોટલના ખાંચામાં ગુરુવારે સવારે વિકસિત ભ્રુણ ત્યજેલું જોવા મળતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા આ અંગે મેઘરજ આરોગ્ય વિભાગ અને પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી ભ્રુણને સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું ભ્રુણનું પેનલ પીએમ કરવામાં આવતા પ્રાથમિક દ્રષ્ટિએ વિકસિત ભ્રુણ બાળકીનું હોવાનું ફલિત થયું હતું ભ્રુણના સેમ્પલ એફએસએલ અને વિસેરામાં મોકલવામાં આવ્યા હતા મેઘરજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી ભ્રુણ તરછોડનારને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી
મેઘરજની ગ્રીન હોટલ નજીક તરછોડાયેલ ભ્રુણ મળી આવતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ભ્રુણને ત્યજનાર પાપીઓ સામે ફિટકાર વરસાવી હતી ભ્રુણ દીકરીનું હોવાથી ત્યજી દેવાયું કે પછી ગેરકાયદેસર શારીરિક સબંધથી ગર્ભ રહી જતા પાપ છુપાવવા ભ્રુણ ત્યજી દીધું સહીત તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું