August 8, 2026
ધર્મરાજકારણ

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

ભાજપે ત્રણ રાજ્‍યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્‍યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપવામાં આવી છે. જો કે મુખ્‍યમંત્રીઓના નામની જાહેરાત થાય તે પહેલા રાજકીય અટકળોનું બજાર પણ ગરમ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્‍યું છે કે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનમાં જ્‍યાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. તે જ સમયે, મધ્‍યપ્રદેશમાં સીએમ માટે શિવરાજ સિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્‍દ્રીય મંત્રી રેણુકા સિંહને છત્તીસગઢના મુખ્‍યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

૨૦૨૪ને ધ્‍યાનમાં રાખીને નામ નક્કી કર્યું ભાજપે, રાજસ્‍થાન ઉપરાંત મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપી દેવામાં આવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતળત્‍વને ધ્‍યાનમાં રાખીને મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

ભાવિ નેતળત્‍વ માટે નાયબ મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે, શિવરાજ સિંહ મધ્‍યપ્રદેશમાં મુખ્‍યમંત્રી બની શકે છે. પરંતુ, ભાવિ નેતળત્‍વ તૈયાર કરવા માટે બે નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકાય છે. એ જ રીતે રાજસ્‍થાનમાં પણ વસુંધરાને સીએમ બનાવવામાં આવી શકે છે. અહીં એક-બે નાયબ મુખ્‍યમંત્રી પણ બની શકે છે. રેણુકા સિંહ, જેઓ એક મહિલા અને આદિવાસી નેતા છે, છત્તીસગઢમાં સીએમ બની શકે છે. અહીં પાર્ટી અનુભવી નેતાને નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકે છે.

Related posts

ભારતમાં વિકાસ અને ૨૦૪૭ માં વિકસિત ભારતનું સ્‍વપ્‍ન ચૂંટણી પ્રચાર દરમિયાન એક મુદ્દો બની રહેવાની સંભાવના

Ahmedabad Samay

લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુ જાદવ અને તેઓની ટીમ દ્વારા ૪૦૦ થી વધુ બોટલોનું રક્તદાન કરી સી.આર.પાટીલની ૯૫ લિટર રક્ત સાથે રક્તતુલા કરવામાં આવી હતી.

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

આ અઠવાડિયે કઈ રાશિના વ્યક્તિને થશે ધંધામાં ફાયદો અને કોને થશે નુકસાન, જાણો મેષથી મીન સુધીની સ્થિતિ

Ahmedabad Samay

ગાંધીનગર – વિધાનસભાની બાકી 14 સમિતિઓની આજે જાહેરાત કરવામાં આવશે

Ahmedabad Samay

કેટલાક રાજ્‍યો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોમાં, હિન્‍દુઓ પોતે પણ લઘુમતીમાં આવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો