ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભક્તોમાં રથયાત્રાને લઈને ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે.તેની સાથે જ ભગવાન જગન્નાથના દર્શન માટે ભક્તો માં તાલાવેલી જોવા મળી રહી છે ત્યારે આ વર્ષે ભગવાનના પૂજા તથા વિધિ શક્ય બનશે કે કેમ ? તે અંગે લોકોમાં પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે
ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પહેલાં આવતીકાલે શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે. મંદિરના મહંત દિલીપદાસજી, ટ્રસ્ટી મહેન્દ્રભાઈ ઝા અને અન્ય ટ્રસ્ટીઓની હાજરીમાં આ રથનું પૂજન કરવામાં આવશે. રથપૂજનમાં કોઈ મહાનુભાવોને આમંત્રણ આપવામાં નથી આવ્યું અને ભક્તો વગર જ માત્ર ગણતરીની સંખ્યામાં લોકોની હાજરીમાં પૂજાવિધિ સંપન્ન કરવામાં આવશે.
https://youtube.com/c/AhmedabadSamay
24મી જૂને પણ જળયાત્રા કઈ રીતે કાઢવી એ મામલે હજી નિર્ણય લેવાયો નથી. કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી ત્યારે આ વર્ષે પણ જગન્નાથજીની રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.