November 17, 2025
ધર્મરાજકારણ

ભાજપની જંગી જીત બાદ ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા

ભાજપે ત્રણ રાજ્‍યોમાં જંગી જીત મેળવી છે. ચૂંટણી બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે કોણ બનશે મુખ્‍યમંત્રી? આ દરમિયાન મોટી માહિતી સામે આવી રહી છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ત્રણેય રાજ્‍યોના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી થઈ ગયા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપવામાં આવી છે. જો કે મુખ્‍યમંત્રીઓના નામની જાહેરાત થાય તે પહેલા રાજકીય અટકળોનું બજાર પણ ગરમ છે. આ સાથે એ પણ નક્કી કરવામાં આવ્‍યું છે કે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર રાજસ્‍થાનમાં જ્‍યાં વસુંધરા રાજે સીએમની રેસમાં સૌથી આગળ માનવામાં આવે છે. પાર્ટી ફરી એકવાર વસુંધરા રાજેને તક આપી શકે છે. તે જ સમયે, મધ્‍યપ્રદેશમાં સીએમ માટે શિવરાજ સિંહ ચૌહાણને પ્રથમ પસંદ માનવામાં આવી રહ્યા છે અને તેમને વધુ એક તક આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સાથે જ ભાજપ કેન્‍દ્રીય મંત્રી રેણુકા સિંહને છત્તીસગઢના મુખ્‍યમંત્રી બનાવી શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર તમામ નામો નક્કી થઈ ગયા છે, પરંતુ સત્તાવાર જાહેરાત થવાની બાકી છે.

૨૦૨૪ને ધ્‍યાનમાં રાખીને નામ નક્કી કર્યું ભાજપે, રાજસ્‍થાન ઉપરાંત મધ્‍યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્‍યમંત્રીઓના નામ નક્કી કર્યા છે. ભાજપ હાઈકમાન્‍ડ દ્વારા આખરી મંજુરી પણ આપી દેવામાં આવી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અને ભાવિ નેતળત્‍વને ધ્‍યાનમાં રાખીને મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે. આ સાથે ત્રણેય રાજ્‍યોમાં નાયબ મુખ્‍યમંત્રી પણ બનાવવામાં આવશે.

ભાવિ નેતળત્‍વ માટે નાયબ મુખ્‍યમંત્રી બનાવવામાં આવશે, શિવરાજ સિંહ મધ્‍યપ્રદેશમાં મુખ્‍યમંત્રી બની શકે છે. પરંતુ, ભાવિ નેતળત્‍વ તૈયાર કરવા માટે બે નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકાય છે. એ જ રીતે રાજસ્‍થાનમાં પણ વસુંધરાને સીએમ બનાવવામાં આવી શકે છે. અહીં એક-બે નાયબ મુખ્‍યમંત્રી પણ બની શકે છે. રેણુકા સિંહ, જેઓ એક મહિલા અને આદિવાસી નેતા છે, છત્તીસગઢમાં સીએમ બની શકે છે. અહીં પાર્ટી અનુભવી નેતાને નાયબ મુખ્‍યમંત્રી બનાવી શકે છે.

Related posts

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ભવ્ય અને અભૂતપૂર્વ જીત મેળવી ઇતિહાસ રચ્યો

Ahmedabad Samay

આજે ૧૧ વિધાન પરિષદની બેઠકો માટે ચૂંટણી યોજાઇ

Ahmedabad Samay

જાણો આ વર્ષના પ્રથમ સૂર્યગ્રહણની અસર કોણે કેવી રીતે થશે, આ રાશિના માટે છે લાભદાયક

Ahmedabad Samay

વડાપ્રધાનના રાજકોટના કાર્યક્રમને લઈને તૈયારીઓ તેજ, રેસકોર્સ ખાતે સભાને સંબોધન કરશે

Ahmedabad Samay

ગત રાત્રે એલ.ડી.એન્જિનિયર પાસે મતગણતરી સ્થાને પોલીસ કર્મી અને કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા દારૂની મહેફિલ માણતા ઝડપાયા

Ahmedabad Samay

દાદરા અને નગર હવેલી પંચાયતે “નાનાજી દેશમુખ સર્વોત્તમ પંચાયત સતત વિકાસ પુરસ્કાર- શ્રેષ્ઠ જિલ્લા પંચાયત” શ્રેણીમાં રાષ્ટ્રીય સ્તરે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો