ગાંધીનગર વિધાનસભાની બાકી 14 સમિતિઓની આજે જાહેરાત કરવામાં આવશે. સમિતિઓના ચેરમેન અને સભ્યોના નામની જાહેરાત કરવામાં આવશે. સમિતિઓમાં કોંગ્રેસ અને આપના સભ્યોને પણ સ્થાન મળી શકે છે. સદસ્યતા સમિતિ, વિશેષ અધિકારી સમિતિની પણ જાહેરાત કરવામાં આવશે. આ ઉપરાંત વિધાનસભાના નિયમો અને સભ્યોના ભથ્થાઓ અંગે સમિતિઓની જાહેર કરવામાં આવશે.
તાજેતરમાં જ વિધાનસભાના અધ્યક્ષે જાહેર કરેલી ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાની પાંચ મહત્વની સમિતિઓ માટે ભાજપ, કોંગ્રેસ અને AAPના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે 5 સમિતિઓમાં સભ્યપદ માટે પોતાના ઉમેદવારો રાખ્યા છે.14 ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા બીજી તરફ, કોંગ્રેસે પણ બે-બે ઉમેદવારી નોંધાવી હતી જ્યારે AAPના પાંચ ધારાસભ્યોએ અલગ-અલગ સમિતિઓમાં એક એક ઉમેદવારી નોંધાવી હતી.
કોંગ્રેસના નેતાને વિપક્ષનું પદ નથી અપાયું ત્યારે સમિતીના નેતાઓને સમાવવામાં આવી શકે છે. વિધાનસભાની સમિતિની ચૂંટણીમાં 14 સમિતિઓની આજે જાહેરાત કરવામાં આવશે. જાહેર હિસાબ, સમિતિ. પંચાયતી રાજ સમિતિમાં સ્થાન નેતાઓને મળી શકે છે. જેમાં કોંગ્રેસના નેતાઓને આ સમિતીમાં સ્થાન મળવાની શક્યતા વધુ છે. આ ઉપરાંત બની શકે છે અન્ય સમિતીઓમાં પણ સ્થાન મળી શકે છે.