August 7, 2026
તાજા સમાચારમનોરંજન

એનિલ્મ મુવી માટે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો

રણબીર કપુર અને સંદિપ રેડ્ડીની ફિલ્‍મ એનિમલને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. હજી તો આ ફિલ્‍મને રિલિઝ થયાને માત્ર છ દિવસો થયા છે. છતાં ફિલ્‍મે ૨ કરોડની વધુની કમાણી કરી દીધી છે. આ ફિલ્‍મને પ્રેક્ષકોનો એટલો સારો પ્રતિસાદ મળી રહ્યો છે કે હવે થિયેટર પાસે પબ્‍લિક માટે જગ્‍યા ખાલી નથી. તેથી હવે મુંબઇના થિયેટરમાં આ ફિલ્‍મનું ૨૪ કલાક સ્‍ક્રિનીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

આ ફિલ્‍મે પાંચમાં દિવસે ૩૮.૨૫ કરોડની કમાણી કરી હતી. જો પાચં દિવસની ટોટલ કમાણીની વાચ કરીએ તો આ ફિલ્‍મે પાંચ દિવસમાં કુલ ૨૮૩.૭૪ કરોડ કમાવ્‍યા છે. આ રણબીર કપુરની કારકીર્દીની બીજી એવી ફિલ્‍મ છે જે ધૂમ કમાણી કરી રહી છે. જોકે રણબીરની સંજુ હજી પણ આ મામલે ટોપ પર જ છે.

મળતી માહિતી મુજબ એનિમલ ફિલ્‍મને પ્રેક્ષકોનો બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. શો ફૂલ થઇ જાય છે પણ પ્રેક્ષકોનો ઘસારો વધી જ રહ્યો છે. તેથી મુંબઇના થિયેટરના માલિકોએ આ ફિલ્‍મના શો ૨૪ કલાક ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં મોડી રાત્રે બે વાગે અને વહેલી સવારે સાડા પાંચ વાગ્‍યાના શો પણ હશે.

મુંબઇના મેક્‍સેસ સિનેમામાં મોડી રાતે ૧ વાગે, ૨ વાગે અને વહેલી સવારે ૫:૩૦ના શો ઉમેરવામાં આવ્‍યા છે. જ્‍યારે પીવીઆર ઓબેરોય મોલ અને પીવીઆર સિટી મોલ દ્વારા રાજે ૧૨.૩૦ અને રાતે ૧.૦૫નો શો ઉમેરવામાં આવ્‍યો છે.

એટલું જ નહીં પણ દિલ્‍હી અને હૈદરાબાદમાં પણ મોડી રાતે ૧૧ અને ૧૧.૪૦ના શો જોવા સૌથી વધુ લોકો આવી રહ્યાં છે.

Related posts

રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલું ગાર્ડન  હવે અમૃત ઉદ્યાન તરીકે ઓળખાશે

Ahmedabad Samay

ચા-વાય એન્ડ રંગમંચ” ની સીઝન ૩ અંતર્ગત જબરદસ્ત ટોપિક સાથે પ્રતીક ગાંધી સોમવારે આવશે ફેસબુક લાઈવ

Ahmedabad Samay

દેશના પ્રખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના સાગરિતો EDની રડાર પર

Ahmedabad Samay

ભાજપ તરફથી વિધાનસભાની ચૂંટણી લડતા હાર્દિક પટેલ વિરૂધ્‍ધ ઠેરઠેર પોસ્‍ટરો લાગ્‍યા, શુ હાર્દિક પટેલ જીતશે ? શુ પટેલ સમાજ હાર્દિકનો આપશે સાથ

Ahmedabad Samay

આ સપ્તાહ થઇ છે આ વેબ સિરિઝો લોન્ચ, જોઈને આવી જશે તમને મજા.

Ahmedabad Samay

પનામા પેપર્સ લીક   કેસમાં ઐશ્વર્યા રાય બચ્ચનને EDના સમન્સ પાઠવવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો