November 7, 2026
ગુજરાતતાજા સમાચાર

ગુલાબી ઠંડીનો સમય ગયો હવે,વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે તાપમાન ઘણું નીચે જશે

ગુલાબી ઠંડીના યુગનો હવે અંત આવી રહ્યો છે. અડધું સ્‍વેટર અને હાફ જેકેટ પહેરવાનો યુગ હવે જવાનો છે. કારણ કે શિયાળો હવે જુલમ કરવા તૈયાર છે. તેનું સૌથી મોટું કારણ વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસર છે. જેના કારણે પહાડો પર હિમવર્ષા થવાની સંભાવના વધી ગઈ છે. હવામાનમાં આ મોટો ફેરફાર સમગ્ર ઉત્તર ભારતમાં થવા જઈ રહ્યો છે.

ભારતીય હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર, વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસરને કારણે આ સપ્તાહે હરિયાણા, પંજાબ, રાજસ્‍થાન, પશ્‍ચિમ ઉત્તર પ્રદેશ, ગુજરાત અને દિલ્‍હીપ્રએનસીઆરના મોટાભાગના વિસ્‍તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. પશ્‍ચિમ મધ્‍યપ્રદેશ જ્‍યારે દેશની રાજધાની દિલ્‍હીમાં ઠંડીથી લોકોને ભારે થરથર છે.

હાલમાં ડિસેમ્‍બરનું પહેલું સપ્તાહ પૂરું થવામાં છે. પરંતુ હાલમાં એટલી ઠંડી નથી કે લોકોને સવારે ઉઠીને કામ પર જવા કે ઘરના કામકાજ કરવામાં કોઈ સમસ્‍યાનો સામનો કરવો પડે. તાપમાન સામાન્‍ય અથવા તેની આસપાસ છે. જો કે હવામાનશાષાીઓએ જણાવ્‍યું છે કે આગામી સપ્તાહથી પરિસ્‍થિતિમાં થોડો ફેરફાર થશે. વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની ગતિવિધિને કારણે ૧૧ થી ૧૩ ડિસેમ્‍બર દરમિયાન જમ્‍મુ કાશ્‍મીર, લેહ લદ્દાખના પહાડોમાં હિમવર્ષા થવાની સંભાવના છે. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષા થવાની સંભાવના છે.

સ્‍કાયમેટ વેધરના વાઈસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવતના જણાવ્‍યા અનુસાર પહાડોમાં હિમવર્ષાના કારણે મેદાની વિસ્‍તારોમાં પણ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટી શકે છે. આ મહિનાના ત્રીજા કે ચોથા સપ્તાહ સુધી વરસાદની સંભાવના રહેશે. તેનાથી મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો થશે. હાલમાં માત્ર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. હવામાનશાષાીઓના મતે હાલ માત્ર લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. દિવસ દરમિયાન સૂર્યપ્રકાશ અને સ્‍વચ્‍છ આકાશને કારણે મહત્તમ તાપમાનમાં વધુ ઘટાડો થશે નહીં.

તે જ સમયે, દિવસ દરમિયાન તેજસ્‍વી સૂર્યપ્રકાશથી રાહત પણ ચાલુ રહેશે. જો કે ડિસેમ્‍બરના ત્રીજા કે ચોથા સપ્તાહથી દિવસ દરમિયાન પણ કડકડતી ઠંડી શરૂ થશે. સોમવાર સુધીમાં દિલ્‍હીનું મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૭ ડિગ્રી સુધી પહોંચવાની ધારણા છે. જમ્‍મુપ્રકાશ્‍મીરમાં તાપમાનમાં ઘટાડો ચાલુ છે. ઘાટીના મોટાભાગના વિસ્‍તારોમાં તાપમાન ફ્રીઝિંગ પોઈન્‍ટથી નીચે ગયું છે, જેના કારણે તીવ્ર ઠંડીએ લોકોની મુશ્‍કેલીમાં વધારો કર્યો છે.

જ્‍યમાં હાડ થીજવતી ઠંડી શરૂ થઈ ગઈ છે. વહેલી સવારથી કડકડતી ઠંડી વચ્‍ચે લોકો ઠંડીથી રાહત મેળવવા તાપણાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. મહત્‍વનું છે કે, હજી તો ડિસેમ્‍બરની શરૂઆત થઈ છે ત્‍યાં જ કડકડતી ઠંડી શરૂ થતાં લોકો ઠૂંઠવાઈ ગયા છે. આ તરફ અમદાવાદમાં વહેલી સવારથી જ ઠંડીમાં વધારો જોવા મળ્‍યો હતો. ઠંડા સુસવાટાભર્યા પવનને કારણે હિલ સ્‍ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં ડિસેમ્‍બરની શરૂઆતમાં જ ઠંડીમાં વધારો શરુ થઈ ગયો છે. ઠંડા સૂસવાટાભર્યા પવનને કારણે હિલ સ્‍ટેશન જેવા માહોલ અને વાદળછાયા વાતાવરણ અને ધુમ્‍મસમાં વિઝિબિલિટી ઘટી છે. આ તરફ અમદાવાદનું તાપમાન ૧૯ ડિગ્રી નોંધાયું છે. રાજ્‍યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં ૯ ડિગ્રી નોંધાયું છે. આ સાથે ભુજ ૧૫ ડિગ્રી તાપમાન, રાજકોટ ૧૫, વડોદરા ૧૯ ડિગ્રી, ભાવનગર ૨૦ ડિગ્રી તાપમાન નોંધાયું તો સુરતમાં ૨૧ ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Related posts

માત્ર 6 મહિનામાં આ દેશ પર થયા 1800થી વધુ આતંકી હુમલા, જાણીને હચમચી જશો

Ahmedabad Samay

ચંદ્રની ધૂળના મોડેલ પર આધારીત ચંદ્રની ધૂળ અને જમીનના મિશ્રણમાં ચણાનો લણી શકાય તેવો પાક ઉગાડવામાં સફળતા મેળવી

Ahmedabad Samay

અંતરીક્ષમાં ફસાયેલ સુનિતા વિલિયમ્સ અને તેમના સાથી ધરતીપર સુરક્ષિત અને વહેલા પરત ફરે તેમાટે માનવ અધિકાર ગ્રુપ દ્વારા સર્વે ધર્મ પ્રાથના સભા યોજવામાં આવી

Ahmedabad Samay

ભાજપે હરિયાણામાં વિજયની હેટ્રીક નોંધાવી જ્યારે જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ – એનસી ગઠબંધને બાજી મારી

Ahmedabad Samay

ક્યારે વિચાર આવ્યું છે પ્રોફશનલ કેમેરા સાથે મોબાઇલ ના કેમેરા ની સાથે સરખાવવા માં આવે તો ફોટો ક્યાં કેમેરા માંથી વધુ સારા આવે ? આવો જાણીએ ટેકનો. એક્સપર્ટ પાસે. સંજય બકુત્રા

Ahmedabad Samay

સિદ્ધુ મૂઝવાલાની માતા ચરણ કૌરે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો