August 7, 2026
ગુજરાત

ટૂંક સમયમાં રિવરફ્રન્ટ ખાતે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે

રિવરફ્રન્‍ટ ઉપર આવતા લોકોને આકર્ષવા માટે એક નવું આકર્ષણ બનશે. વિગતો મુજબ ટૂંક સમયમાં દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવવામાં આવશે. આ તરફ ગ્‍લોબલ પાર્ક, બટરફ્‌લાય પાર્ક અને અટલ બ્રિજ બાદ રિવરફ્રન્‍ટ ઉપર નવું આકર્ષણ બનશે. આ સાથે ફ્‌લાવર ગાર્ડનમાં સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી જેવું ગ્‍લો ગાર્ડન બનાવવામાં આવશે.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્‍ટ પર આવેલ અટલ બ્રિજ પાસે દુબઈનાં પ્રખ્‍યાત મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન જેવો જ ૨૦ મીટર પહોળો અને ૨૫ થી ૪૦ મીટર ઊંચાઈનો મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન બનાવાશે. વિગતો મુજબ તેમાં ઓછામાં ઓછી ૪૦૦ નોઝલ હશે.આ ફાઉન્‍ટેન એલ આકારમાં હશે. આ સાથે આ ફાઉન્‍ટેનને અટલ બ્રિજ પરથી સારી રીતે જોઈ શકાશે. મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન માટે એક્‍સ-ેશન ઓફ ઈન્‍ટ્રેસ્‍ટ (ઈઓઆઈ) મંગાવ્‍યા છે. મ્‍યુઝિકલ ફાઉન્‍ટેન પાછળ અંદાજિત ૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ સાથે સાબરમતી કિનારે રિવરફ્રન્‍ટ પરના ફ્‌લાવર ગાર્ડનમાં ટૂંક સમયમાં સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી જેવું ગ્‍લો ગાર્ડન બનાવવામાં આવશે. માહિતી મુજબ ૩.૫ કરોડના ખર્ચે બનનારા ગ્‍લો ગાર્ડન માટે ટેન્‍ડર પણ બહાર પાડવામાં આવ્‍યા છે. આ ગ્‍લો ગાર્ડનમાં ૨૦૦ ફૂટની ગ્‍લોઈંગ ટનલ, જુદી જુદી ડિઝાઈનના ૮૦થી ૯૦ સ્‍કલ્‍પચર મુકાશે.

અહીં ઝાડ, નાના-નાના છોડ, પશુ-પક્ષીઓ, કાર્ટૂનના વિવિધ કેરેક્‍ટર હશે. આ સિવાય ગાર્ડનમાં સ્‍વિંગ્‍સ, લાઈટ બેન્‍ચ, વોક-વે હશે. ગ્‍લો ગાર્ડનમાં ૨ સેલ્‍ફી પોઈન્‍ટ પણ ઊભાં કરવામાં આવશે જે ૩ ફૂટ સુધીનો હશે. ગ્‍લો ગાર્ડનની અંદર ૮૦થી ૯૦ સ્‍કલ્‍પચર મુકવામાં આવશે. ફ્‌લાવર શો પછી ફેબ્રુઆરીમાં ગ્‍લો ગાર્ડનનું કામ શરૂ કરાશે અને મે સુધીમાં પૂરું કરવાનું.

Related posts

ગુજરાતના આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ અને નિયંત્રણોમાં મોટા ફેરફાર.

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

જાણો આ વર્ષે શારદીય નવરાત્રીનો પવિત્ર તહેવાર, કળશ સ્થાપનાનો શુભ મુહૂર્ત

Ahmedabad Samay

હવામાન વિભાગે દેશના ૧૯ જેટલા મોટા રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર આંધી-તોફાનનું રેડ એલર્ટ જાહેર કર્યું

Ahmedabad Samay

અમદાવાદમાં મૃત્યુ દર ઘટ્યું, સંક્રમણ ની સંખ્યા ૨૦૦ સુધી પહોંચી

Ahmedabad Samay

રાજ્યમાં જાહેર સ્થળો સહિત અંબાજી, સોમનાથ અને દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો પર એલર્ટ જાહેર કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો