September 22, 2026
ગુજરાતદેશ

અરવલ્લલી પર્વતમાળાની ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે

વિશ્વની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક એવી ‘અરવલ્લી’ હાલ માનવીય દખલગીરી અને ખાણકામને કારણે વિનાશના આરે ઉભી છે. આશરે ૬૯૨ કિલોમીટર લાંબી આ પર્વતમાળા ગુજરાતથી શરૂ થઈને રાજસ્થાન અને હરિયાણા થઈને દિલ્હી સુધી ફેલાયેલી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અરવલ્લીની નવી વ્યાખ્યાને મંજૂરી મળ્યા બાદ હવે એવી ભીતિ સેવાઈ રહી છે કે ૯૦ ટકાથી વધુ વિસ્તાર રક્ષણની બહાર થઈ જશે, જેના કારણે ખાણકામ વધશે અને કુદરતી સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ જશે.એક તરફ સરકાર લાખો કરોડો વૃક્ષો વવાનું સંકલ્પ લઇ રહી એની બીજી બાજુ સૌથી લાબું અને વિશ્વનું જૂનું એવું હરિયાળીથી ભરપૂર લાખો કરોડો વૃક્ષો થી ભરેલું અરવલ્લીના પર્વત માળા ને કાપવાની વાત કરી રહી છે,
અરવલ્લી પર્વતમાળા ભારત માટે એક ‘કુદરતી લીલી દીવાલ’ સમાન છે. તે પશ્ચિમ તરફથી આવતા થારના રણને આગળ વધતું અટકાવે છે. જો આ ટેકરીઓ કાપવામાં આવશે તો રણની રેતી હરિયાણા, દિલ્હી-NCR અને ઉત્તર પ્રદેશના મેદાની વિસ્તારોમાં ફેલાઈ જશે. ફળદ્રુપ જમીન ઉજ્જડ બની જશે, જેને વિજ્ઞાનની ભાષામાં ‘રણીકરણ’ કહેવામાં આવે છે. આનાથી માત્ર ખેતી જ નહીં પરંતુ માનવ જીવન પણ જોખમાશે.
અરવલ્લી પર્વતમાળા ભૂગર્ભજળ રિચાર્જ માટેનો મુખ્ય સ્ત્રોત છે. સાબરમતી, લુણી અને ચંબલ જેવી અનેક નદીઓનું ઉદ્ગમ સ્થાન આ પર્વતો છે. પહાડોના વિનાશથી વરસાદી પાણી જમીનમાં ઉતરતું બંધ થઈ જશે, જેના કારણે કુવાઓ અને નદીઓ સુકાઈ જશે. પાણીની અછતને કારણે ખેડૂતોએ હિજરત કરવી પડશે અને પાક ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળશે, જે આખરે મોંઘવારી અને ભૂખમરા તરફ દોરી જશે.
અરવલ્લી માત્ર પથ્થરો નથી, પરંતુ ૨૦૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ અને દીપડા, હાઈના, શિયાળ જેવા પ્રાણીઓનું નિવાસસ્થાન છે. જંગલો સંકોચવાથી વન્યજીવો માનવ વસવાટ તરફ આવશે, જેનાથી માનવ-વન્યજીવ સંઘર્ષ વધશે. આ પર્વતમાળા ચોમાસાના પવનોને રોકીને વરસાદ લાવવામાં મદદ કરે છે. જો આ કુદરતી અવરોધ હટી જશે તો વરસાદની પેટર્ન ખોરવાઈ જશે અને દિલ્હી-ગુજરાત જેવા રાજ્યોમાં ગરમીનું પ્રમાણ અસહ્ય રીતે વધી જશે.
અરવલ્લીનો ૮૦ ટકા ભાગ રાજસ્થાનમાં છે, પણ તેની અસર સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારત પર છે. વધતું પ્રદૂષણ અને ખાણકામ જો નહીં અટકે તો ભવિષ્યની પેઢીને પાણી અને શુદ્ધ હવા માટે તરસે મરવું પડશે. પર્યાવરણવિદો ચેતવણી આપી રહ્યા છે કે જો આપણે આ ‘કુદરતી કવચ’ને નહીં બચાવીએ તો કુદરતનો પ્રકોપ રોકવો અશક્ય બની જશે

Related posts

ભારતીય સેનાને ચીન વિરૂદ્ધ ગમે તેવી કડક કાર્યવાહી કરવા આપી છૂટ.

Ahmedabad Samay

 રાજ્ય સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

અસારવા વોર્ડના અપક્ષ ઉમેદવાર પુનમચંદ દ્વારા બાઇક રેલીનો આયોજન કરાયું

Ahmedabad Samay

SPS સેક્યુરીમાં કોરોનાકાળમાં આવી મોટી ભરતી

Ahmedabad Samay

જુલાઇ પહેલા ખરીદીલેજો ફ્રિજ, એ.સી અને વોશિંગ મશીન, ૧૦ – ૧૫% નો આવશે વધારો

Ahmedabad Samay

વધતા જતા પ્રદૂષણના કારણે દિલ્હીમાં લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો