October 6, 2026
Other

સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું:જેનીબેન ઠુમર

મણીપુરથી મુંબઈ સુધીની ‘ભારત જોડો ન્‍યાય યાત્રા’ચાલી રહી છે જેમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રિય નેતાશ્રી રાહુલ ગાંધી દરેક વર્ગના સેંકડો લોકોને મળી રહ્યા છે. જેના ભાગરૂપે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસમાં સતત મહિલાઓ સુધી ન્‍યાયનો સંદેશ પહોંચાડી રહ્યા છીએ અને તેમના મંતવ્‍યો સાંભળીએ છીએ. જેમાં જુદા જુદા સૂચનો મળ્‍યા છે અને મહિલા કોંગ્રેસ ‘નારી ન્‍યાય’ના રૂપમાં માંગણીઓની રૂપરેખા અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખશ્રી જેનીબેન ઠુંમરે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્‍યું હતું કે, સતત વધતી જતી મોંઘવારીને સરકાર નિયંત્રિત કરવામાં નિષ્‍ફળતાને કારણે મહિલાઓ માટે તેમનું ઘર ચલાવવાનું મુશ્‍કેલ બન્‍યું છે, જેમાં એલપીજી ગેસ, ખાદ્ય તેલ, અનાજ, કરિયાણા વગેરે જેવી આવશ્‍યક ચીજવસ્‍તુઓના ભાવને નિયંત્રિત કરવામાં સરકાર નિષ્‍ફળ રહી છે.

વિશ્વ અસમાનતા રિપોર્ટ ૨૦૨૨ અનુસાર, ભારતમાં પુરુષો શ્રમ આવકના ૮૨ ટકા કમાય છે, જયારેસ્ત્રીઓ તેમાંથી ૧૮ ટકા કમાય છે.  આ સિવાય કૃષિ અને નોકરિયાત વર્ગ સાથે સંકળાયેલી મહિલાઓ પુરૂષો કરતાં લગભગ ૨૦ ટકા ઓછી કમાણી કરે છે.  તેથી અમે માંગણી કરીએ છીએ કે સરકારે શક્‍ય તેટલી વહેલી તકે લિંગ-તફાવત સમાનતા પૂરી થાય તે સુનિશ્ચિત કરવા માટે નિયમો લાવવાની જરૂર છે.

Related posts

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન વોરફેર (IW) પર એક અઠવાડિયાના સર્ટિફિકેટ કોર્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

નરોડામાં બનશે 2 માળનું ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 1.25 લાખ લોકોને મળશે લાભ

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

‘કોકટેલ 2’ એ બોક્સ ઓફિસ પર અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યા પછી સત્તાવાર રીતે હિટનો દરજ્જો મેળવ્યો

Ahmedabad Samay

હવે નરોડામાં મધ્યમવર્ગી બાળક પણ ભણશે સ્માર્ટ સ્કૂલમાં, નરોડામાં બનશે પ્રાઇવેટ સ્કૂલને માત આપતી સ્માર્ટ સ્કૂલ

Ahmedabad Samay

ઓક્ટોબર 2026 રાશિફળ: 12 રાશિ માટે કેવો રહેશે આ મહિનો? જાણો નોકરી, ધંધો, પૈસા, પ્રેમ અને સ્વાસ્થ્ય વિશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો