અભિનેતા તેજા સજ્જાની ફિલ્મ ‘હનુમાન’એ દુનિયાભરમાં ખૂબ ચાહના મેળવી છે. ચોથા અઠવાડિયા બાદ પણ ફિલ્મ ઉંચી ઉડાન ભરી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મ પૈસા તો છાપી રહી છે સાથે જ ઘણા મોટા રેકોર્ડ્સ પણ બનાવી રહી છે.
૯૨ વર્ષ જુના રેકોર્ડ તોડ્યા બાદ ફિલ્મે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. પચ્ચીસ કરોડમાં બનેલી ફિલ્મે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. સાઉથ ઈન્ડસ્ટ્રી માટે વર્ષની શરૂઆત ખૂબ જ સારી થઈ છે. હનુમાન ફિલ્મે બોક્સ ઓફિસ પર ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે.
નિર્માતા શાંત વર્મા પહેલા જ હનુમાનની સીક્વલની જાહેરાત કરી ચુકયા છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વાળા દિવસે જ એક પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યું હતું. પિક્ચરના ઓટીટી રાઈટ્સ પણ વેચાઈ ચુકયા છે