August 21, 2026
Other

અબુ ધાબીના પ્રથમ હિન્‍દુ મંદિરનું વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્‍ઘાટન કર્યું

અક્ષર પુરૂષોત્તમ સ્‍વામિનારાયણ સંસ્‍થા (BAPS) મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ ચૂકી છે. ત્‍યારે હવે અબુ ધાબીના આ પ્રથમ હિન્‍દુ મંદિરમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી તેનું ઉદ્‍ઘાટન કરશે. આ ઉદ્‌ઘાટન પહેલાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

વડાપ્રધાન મોદીના UAE પ્રવાસનો આજે બીજો દિવસ છે. વડાપ્રધાન મોદી જે મંદિરનું ઉદ્ધાટન કરશે. તે મંદિરમાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થઈ ચૂક્‍યો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આજે વસંત પંચમીના દિવસે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરૂષોત્તમ સ્‍વામીનારાયણ સંસ્‍થા (BAPS)ના મંદિરનું ઉદઘાટન કરનારા છે. તેઓ મંગળવારે જ અબુધાબી પહોંચી ગયા છે. આ ભવ્‍ય મંદિરનું નિર્માણ રાજસ્‍થાનના ગુલાબી સેન્‍ડસ્‍ટોનમાંથી કરવામાં આવ્‍યું છે અને ૨૭ એકરમાં બનેલું આ ૧૦૮ ફૂટ ઊંચું મંદિર એક સ્‍થાપત્‍યની અજાયબી માનવામાં આવે છે.

અરબ અમીરાતમાં બીજાં ૩ મંદિરો પણ છે પરંતુ આ મંદિર પヘમિ એશિયાનું સૌથી મોટું મંદિર છે. આ મંદિર દુનિયાભરના હિન્‍દુઓ માટે આકર્ષણ કેન્‍દ્ર બની રહેશે. આ ભવ્‍ય મંદિરમાં ૭ શિખરો છે જે સાત અમીરાત દર્શાવે છે. ઉલ્લેખનીય તો તે છે કે આ મંદિર માટે એક ઈસ્‍લામીક દેશ યુએઈએ જમીન દાનમાં આપી છે. આ મંદિર ભારતીય વાસ્‍તુકલાનો અદ્‌ભૂત નમૂનો છે.

Related posts

“સેવ અર્થ” NGO દ્વારા અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ૧૫૦૦ જેટલા જુદા જુદા વૃક્ષોનો મેગા પ્લાન્ટેશન કરવામાં આવ્યું

Ahmedabad Samay

“મેરી મિટ્ટી મેરા દેશ” અભિયાન અંતર્ગત ગતરોજ ‘અમૃત કળશ યાત્રા’નો નારણપુરામાં સ્વાગત કરાયું

Ahmedabad Samay

જૂનાગઢ લોકસભાની બેઠક પર રાજેશભાઈ ચુડાસમા અને વિજાપુરથી ડૉ સી જે ચાવડાને ટિકિટ અપાઇ

Ahmedabad Samay

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું, કોકરોચ જનતા પાર્ટી છેલ્લા 36 દિવસથી જંતર મંતર પર કરી રહી હતી વિરોધ પ્રદર્શન

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા ઓઢવમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરતા કામને ઝડપી પડ્યા

Ahmedabad Samay

આવતી કાલે CNG પંપો બંધ રાખવા મામલે જાણો એસોસિએશન દ્વારા શું નિર્ણય લેવાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો