October 5, 2026
Other

વાડજ પોલીસ સ્ટેશન દ્વારા મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ કરતા સામે કડક કાર્યવાહી કરી

શહેરમાં જાહેર માર્ગો પર ધ્વનિ પ્રદૂષણ (અવાજ પ્રદૂષણ) ફેલાવતા અને સ્ટંટબાજી કરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. વાડજ પોલીસ સ્ટેશનની ટીમે ખાસ ઝુંબેશ ચલાવીને જાહેરમાં હોબાળો અને ઘોંઘાટ કરનારા તત્વો સામે લાલ આંખ કરી છે. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને પકડી પાડી તેમની સામે કાયદેસરના પગલાં ભર્યા છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક યુવકો પોતાના વાહનો, ખાસ કરીને બુલેટ અને મોંઘી સ્પોર્ટ્સ બાઈકના કંપની ફિટેડ સાયલેન્સર બદલાવી નાખતા હતા. આ મોડિફાઈડ સાયલેન્સરોના કારણે રસ્તા પરથી પસાર થતી વખતે ભારે કર્કશ અવાજ અને પટાકા ફૂટતા હતા, જેનાથી આસપાસના રહીશો અને અન્ય વાહનચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા હતા.

આ મામલે વાડજ પોલીસે ત્વરિત પગલાં લઈને નિયમભંગ કરનારા આવા 3 જોખમી વાહનોને ઘટનાસ્થળેથી જ ડિટેઈન કરી લીધા છે. આ સાથે જ બેદરકારીપૂર્વક વાહન હંકારી જાહેર શાંતિનો ભંગ કરનારા વાહનચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ મોડિફાઈડ સાયલેન્સર વાપરતા ચાલકો સામે આ પ્રકારની કડક કાર્યવાહી ચાલુ રહેશે તેમ પોલીસે જણાવ્યું છે.

Related posts

ચોકલેટ સ્વાસ્થ્ય માટે છે લાભદાયક, જાણો ચોકલેટના ફાયદા

Ahmedabad Samay

ડીસાના વતની લોકપ્રિય અને નિર્ભિક પારદર્શી કલમપ્રહરી હાર્દિક હુંડિયાનું સફળ પગલું

Ahmedabad Samay

આ મલ્ટી-બેગર સ્ટોકનો ભાવ ક્વાર્ટરના પરિણામો પહેલા 3 સત્રોમાં 38% વધ્યો

Ahmedabad Samay

NEWS UPDATE

Ahmedabad Samay

ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિત શાહે પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ -Gen Z યુવાસેલ” ની રચના કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો