September 21, 2026
ગુજરાત

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

ગુજરાત સરકાર રાજયમાં દારૂબંધીના કાયદાને વધારે કડક બનાવવા માટે સજ્જ છે. રાજયના નશાબંધી અને આબકારી વિભાગે હાલના દારૂબંધી કાયદાને વધુ કડક બનાવવા માટે તેમાં મોટા સુધારાની દરખાસ્‍ત કરી છે. આ દરખાસ્‍ત મુજબ કોઈપણ દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને કાયમી માટે જપ્ત કરવામાં આવશે અને તેની તાત્‍કાલિક હરાજી કરવામાં આવશે.

આવા વાહનોની હરાજી દ્વારા એકઠા કરવામાં આવેલા રૂપિયા રાજયની તિજોરીમાં જમા કરવામાં આવશે, તેમ નામ જાહેર ન કરવાની શરતે સૂત્રોએ જણાવ્‍યું હતું. રાજયના ગૃહ, લો એન્‍ડ લેજિસ્‍લેટિવ અને સંસદીય બાબતોના વિભાગો એમ ત્રણ મુખ્‍ય વિભાગો દ્વારા સુધારા બિલના ડ્રાફટની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ત્રણેય વિભોગ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ બિલ હાલમાં ચાલી રહેલા રાજય વિધાનસભાના સત્રમાં ૨૯ ફેબ્રુઆરી સુધીમાં રજૂ કરવામાં આવે તેવી શક્‍યતા છે.

Related posts

અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રી ને “પઠાણ” ફિલ્મને પ્રસારિત થતા રોકવા માટે આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

આર્મી જવાન રાઘવેન્દ્રસિંહ તોમરનું ભવ્ય સ્વાગ કરાયું

Ahmedabad Samay

પાસા ના નવા નિયમો નો સખ્તાઈ પૂર્વક અમલ થશે

Ahmedabad Samay

મેઘાણીનગરના લક્ષ્મીનગરમાં આવેલ ઓમકારનગરમાં પવેર બ્લોક અને સ્ટ્રીટ લાઇટ નાખવા માટે ખાતમુહૂર્ત કરાયું

Ahmedabad Samay

ગાંધીનગરમાં ચ-6 સર્કલ પાસે બસ અને સ્કૂલવાન વચ્ચે બન્યો ગમખ્વાર અકસ્માત

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો