અમદાવાદમાં બે દિવસ બાદ આઈપીએલની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે ફાઈનલ મેચના દિવસે જ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 28 મેના રોજ વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ આગામી ફાઈનલ મેચનું સાક્ષી બની રહ્યું છે. ત્યારે કમોસમી વરસાદના કારણે મેચની મજા બગડી પણ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં 28 મેથી કમોસમી વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જ્યારે મેચની મજા માણવા માટે ક્રિકેટ પ્રેમીઓનો ઉત્સાહ અત્યારથી જ જોવા મળી રહ્યો છે. ત્યારે મેચ પહેલા મજા ક્રિકેટ પ્રેમીઓની બગડી શકે છે.
અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. ગુરુવારે તે વધીને 43.4 ડિગ્રી થયું હતું. ત્યારે આજે પણ ગરમીનો પારો વધી શકે છે. બપોરના સમયે તીવ્ર ગરમીથી લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ક્રિકેટનો ફીવર આજથી અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે.
ગઈકાલે ગુજરાતનું અમદાવાદ ગુરુવારે સૌથી ગરમ શહેર હતું. અમદાવાદમાં આગામી બે-ત્રણ દિવસમાં વાતાવરણ ગરમ રહેવાની સંભાવના છે. 28 મે પછી અહીં વરસાદ પડી શકે છે. બે દિવસમાં સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, વડોદરા, ભરૂચ, આણંદ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.