February 8, 2025
ગુજરાત

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

ગુજરાત બોર્ડનું SSC એટલે કે 10મી પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. GSEBની SSCની હોલ ટિકિટ 2023 બહાર પાડી ગુજરાત બોર્ડનું 10મું એડમિટ કાર્ડ કઢાવી શકાય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે જીએસઈબી એસએસસી પરીક્ષા માટેની હોલ ટિકિટ જારી કરી દેવામાં છે. જે વિદ્યાર્થીઓ આ વર્ષે ગુજરાત બોર્ડ 10માની પરીક્ષા આપી રહ્યા છે તેઓ તેમની શાળામાંથી એડમિટ કાર્ડ મેળવી શકે છે. તે જ સમયે, શાળાઓએ એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર  gseb.org. પર  ડાઉનલોડ કરી શકાય છે. આ સિવાસ વિદ્યાર્થીઓને આ માટે શાળામાંથી પણ મદદ મળશે.

14મી માર્ચથી આ તારીખે પ્રમાણે પરીક્ષા શરુ 
ગુજરાત બોર્ડની ધોરણ 10 અથવા SSC પરીક્ષાઓ 14 માર્ચથી શરૂ થશે અને 28 માર્ચ 2023 સુધી ચાલશે. પરીક્ષાના સમયની વાત કરીએ તો પેપર સવારે 10 થી બપોરે 1.15 વાગ્યાની વચ્ચે લેવામાં આવશે. GSEB SSC પરીક્ષાઓ તારીખ પ્રમાણે 14મી, 16મી, 17મી, 20મી, 23મી, 25મી, 27મી અને 28મી માર્ચ 2023ના રોજ લેવામાં આવશે.

 આ રીતે સરળતાથી કરો ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ
એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે, સૌ પ્રથમ GSEB ની સત્તાવાર વેબસાઇટ એટલે કે gseb.orgની વેબસાઈટ પર જઈ હોમપેજ પર એક લિંક આપવામાં આવી છે જેના પર GSEB SSC હોલ ટિકિટ 2023 લખેલું હશે ત્યાં ક્લિક કરો. એક નવું પેજ ખુલશે જેના પર લોગ-ઈન વિગતો દાખલ કરવાની રહેશે જ્યારે પેજ ખુલે ત્યારે તેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી નાખો અને એન્ટર બટન દબાવો. આમ કરવાથી તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે. જે  ડાઉનલોડ કરી શકાશે.

Related posts

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

કે કે બ્રહ્મભટ્ટ સાથે કોરોના કાળમાં ઉત્તરાયણમાં કઇ કઇ સાવચેતી રાખવી પર ચર્ચા

Ahmedabad Samay

અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા CISF સબ ઇન્સપેક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Ahmedabad Samay

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

Ahmedabad Samay

અમદાવાદ સમય સમાચાર પત્રના નામનું દૂર ઉપયોગ કરી ખોટા સમાચાર બનાવામાં આવ્યા, ફેસબુક એકાઉન્ટ કર્યું હેક

Ahmedabad Samay

3 ડિસેમ્બરની આસપાસ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી વાવાઝોડાની શક્યતા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો