August 13, 2026
ગુજરાતરાજકારણ

બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી

માઈક્રોસોફટ કંપનીના સ્‍થાપક અને પ્રખ્‍યાત સમાજસેવી બિલ ગેટ્‍સે ગુજરાતના મહેમાન તરીકે સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. એન્‍જિનિયરિંગ અજાયબી સરદાર પટેલ સાહેબની સૌથી ઊંચી પ્રતિમા અને સરદાર સરોવર નર્મદા ડેમ જોઈને તેઓ દંગ રહી ગયા હતા.


બિલ ગેટ્‍સે સરદાર સરોવર ડેમનો અદ્‌ભુત નજારો જોયો હતો.તેમણે પીએમ મોદીના નેતૃત્‍વમાં આદિવાસી વિકાસ, મહિલા સશક્‍તિકરણ અને આર્થિક વિકાસની પ્રશંસા કરી હતી. તેણે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની નીચે વોકવે પરથી ફોટો લીધો હતો. આ પછી તેમણે પ્રતિમાના એક્‍ઝિબિશન હોલની મુલાકાત લીધી હતી.ᅠ

આ પ્રતિમા કેવી રીતે બની? જેમાં વડાપ્રધાન મોદીના સંકલ્‍પ સાથે દેશભરમાંથી કૃષિ સાધનો કેવી રીતે એકત્ર કરાયેલ તે સહિતની રસપ્રદ માહિતી તેમને આપવામાં આવી હતી. આ ઉપરાંત આઝાદી પછીના રજવાડાઓના વિલીનીકરણ અને ત્‍યારબાદ ભારતની રચનામાં સરદાર સાહેબની ભૂમિકાની માહિતી આપવામાં આવી હતી

Related posts

હાર્દિક પટેલે કોંગ્રેસને આખરે કરી દીધું ટાટા બાય-બાય, ગુજરાતની રાજનીતિમાં ભૂકંપ, હાર્દિકે કર્યા ચોંકાવનારા ખુલ્લાસા

Ahmedabad Samay

શુક્રવારે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવશે,રથયાત્રા નીકળશે કે કેમ એ અંગે ભક્તોમાં અસમંજસ છે.

Ahmedabad Samay

એએમએ દ્રારા ડૉ. વિક્રમ સારાભાઈની ૧૦૪મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એકતા એજ લક્ષ સંગઠન દ્વારા અમદાવાદ નું નામ કર્ણાવતી કરવા બાબતે અમદાવાદ કલેટર સાહેબ ને આવેદન પત્ર આપવામાં આવ્યું

Ahmedabad Samay

ઓગસ્ટની રજાઓમાં અમદાવાદથી ગોવાની ટિકિટોના ભાવો અધધ વધ્યા, અમદાવાદીઓથી રાજસ્થાનની હોટલો ફૂલ

Ahmedabad Samay

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો