September 22, 2026
ગુજરાત

ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી ઓનલાઇન અભ્યાસ પ્રસારિત કરવાનું આયોજન

વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય માટે રાજય કક્ષાએથી ધો-૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ  માટે તૈયાર કરેલ શૈક્ષણિક કાર્યક્રમોનું બાયસેગ દ્વારા ‘વંદે ગુજરાત’ ચેનલ નં.-૯  થી ૧૨ પરથી  ચોવીસ કલાક પ્રસારણ થઇ રહ્યું છે. ઉપરાંત, બોર્ડની યુ ટ્યુબ ચેનલ ‘GSHSEB Gandhinagar’ પર  પણ ઉકત શૈક્ષણિક કાર્યક્રમો અપલોડ કરવામાં આવેલ છે.

વિદ્યાર્થી ઘરબેઠાં સ્વઅધ્યયન કરી શકે તે  માટે બોર્ડ દ્વારા જિલ્લાશિક્ષણાધિકારીઓ સાથે સંકલન કરીને ધોરણ-૯ થી ૧૨ નું સ્ટડી  મટીરિયલ  જિલ્લાકક્ષાએ તજજ્ઞો દ્વારા તૈયાર કરાવીને જિલ્લાશિક્ષણાધિકારીઓ મારફતે તમામ શાળાઓ સુધી  પહોંચે તે પ્રકારનું આયોજન કરવામાં  આવેલ છે.

તા.૧૫જૂન થી ટેલીવિઝનના  માધ્યમથી  દુરદર્શન કેન્દ્ર ડી.ડી. ગિરનાર ચેનલથી પ્રસારિત કરવાનું આયોજન કરવામાં  આવેલ છે. આ કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા  તા.૧૫ જુનથી ધો- ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે  હોમ લર્નિંગ કાર્યક્રમનું ડી.ડી. ગિરનાર  ચેનલ પરથી પ્રસારણનું આયોજન કરવામાં આવેલ છે. સમય પત્રકમાં દર્શાવેલ  તારીખ અને સમય મુજબ  જે તે ધોરણના વિદ્યાર્થીઓ બિનચૂક આ કાર્યક્રમ નિહાળી પોતાના શૈક્ષણિક  કાર્યમાં અભિવૃદ્ઘિ કરે તે માટે આપની કક્ષાએથી આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓને  તાત્કાલિક જાણ  કરી કાર્યક્રમની સફળતા માટે જરૂરી આયોજન કરવા જણાવવામાં આવે છે.

 

ડી.ડી. ગિરનાર ચેનલ પર બપોરે ૧ર થી ૧ અને ૩ થી ૪ પ્રસારણ,

તા. ૧પ થી ર૦ ધો. ૧૦ માટે વિજ્ઞાન અને તા. ર૭ થી ૩૦ ગણિતનો અભ્યાસ,

તા. ર૧ થી ર૬ ધો. ૯માં વિજ્ઞાન ભણાવાશે,

ધો. ૧ર માટે તા. ૧પ થી ૧ર રસાયણ વિજ્ઞાન અને તા. ર૩ થી તા. ર૭ સુધી ધો. ૧૧ માટે રસાયણ વિજ્ઞાનનું પ્રસારણ,

તા. ર૮ અને ર૯ ધો. ૧ર માટે જીવવિજ્ઞાન તથા ૩૦મીએ ભૌતિક વિજ્ઞાનનો અભ્યાસ

Related posts

રાજ્યમાં ઓક્સિજનની અછત છે તેવામાં નાગલધામ દ્વારા વિનામૂલ્યે ઓક્સિજન રિફિલ કરી આપવામાં આવે છે

Ahmedabad Samay

નરોડામાં યુવતીને વેચવાનો કિસ્સો આવ્યો સામે

Ahmedabad Samay

ફ્‌લેવર્ડ બીયર પીનારાઓ માટે સારા સમાચાર, યુનાઇટેડ બ્રુઅરીઝે બે નવા ફ્‌લેવર્ડ બીયર લોન્‍ચ કર્યા છે.

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ કદ્દાવર કોળી આગેવાન સોમા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ

Ahmedabad Samay

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્ર હિન્દૂ સેના દ્વારા છબીલા હનુમાન મંદિર સરસપુર ખાતે “અખંડ રામાયણ પાઠ” નું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો