September 23, 2026
અપરાધગુજરાત

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે ભાવીન ચક્રવતી, ચિરાગ ઉર્ફે જાડુ ચૌહાણ, વિકાસ ઉર્ફે વિકી મકવાણા અને વિશાલ ઉર્ફે વિસુ વાઘેલાની ધરપકડ કરી છે

ફિલીપાઈન્સમા મેડિકલમા અભ્યાસ કરતા મુલચંદ ડાકા નામનો યુવક 13 ફેબુઆરી ભારત આવ્યો હતો. મૂળ રાજસ્થાનનો આ યુવક પોતાના ફિલિપાઈન્સના મિત્ર ફિરોજના ભાઈ નવાબનુ પાર્સલ લેવા રાજસ્થાનથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે પાર્સલ આપનારા લૂંટારાઓએ મારવાની ધમકી આપીને તેની પાસેથી પાસપોર્ટ, મોબાઈલ અને એટીએમ કાર્ડની લૂંટ કરી હતી. આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતા પોલીસે ગણતરીના કલાકોમા લૂંટનો ભેદ ઉકેલાની ચારેય આરોપીની ધરપકડ કરી છે.

    પકડાયેલા ચારેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. મુખ્ય આરોપી ભાવીન ચક્રવતી વાડજનો રહેવાસી છે અને તેની વિરૂદ્ધ સાયબર ક્રાઈમ અને ટ્રાફિક પોલીસ સ્ટેશનમા ગુના નોંધાયેલા છે. જયારે વિશાલ ઉર્ફે વિસુ વાઘેલા વિરૂદ્ધ વાડજ અને સોલામા મારામારી અને પ્રોહિબીશનના 4 ગુના નોંધાયેલા છે.  ઉપરાંત ચિરાગ ચૌહાણ સામે 2 ગુના અને વિકાસ મકવાણા સામે એક ગુનો નોંધાયેલો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા આ આરોપીઓની ધરપકડ કરીને વાડજ પોલીસે લૂંટનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે

Related posts

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્‍ટ ઇવેન્‍ટ સેન્‍ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્‍સવની ભવ્‍ય ઉત્‍સવ સભાનું આયોજન કરાયું

Ahmedabad Samay

વીજળી પડવાથી રાજ્‍યમાં કુલ ૨૩ લોકો દાઝ્‍યા છે. વીજળી પડવાથી કુલ ૭૧ પશુઓનાં મોત થયા

Ahmedabad Samay

અંગત અદાવત રાખી હિસ્ટરી શીટરની મિત્ર દ્વારા જ હત્યા કરવામાં આવી

Ahmedabad Samay

આગામી 3 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની આગાહી, 7થી 11 જૂન દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડવાની શક્યતા

Ahmedabad Samay

અમદાવાદથી કેવડીયા વચ્ચેની સી- પ્લેન સેવા દિવાળી પૂર્વે ફરી શરૂ કરવામાં આવે તેવી શક્યતા

Ahmedabad Samay

ચૂંટણીની તારીખો થઇ જાહેર.ડિસેમ્‍બરની ૧થી ૫ તારીખ વચ્‍ચે બીજો તબક્કો એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો