September 13, 2024
ગુજરાત

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

અમદાવાદમાં દર વર્ષે યોજાતી વિશ્વ વિખ્યાત રથયાત્રા અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળને લીધે રથયાત્રા યોજવી કે નહિ તે બાબતે આજે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રથયાત્રાની જળયાત્રા યોજવામાં આવશે. જેમાં ૫૦થી ઓછા લોકો હાજર રહેશે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જે યોજવામાં આવશે.

આજે મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જળયાત્રા કાઢવા અંગે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ વખતની જળયાત્રામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં માત્ર ૫૦ લોકો જ હાજર રહી શકશે. એટલુ જ નહિ ૧૦૮ કળશની જગ્યાએ માત્ર ૫ કળશ સાથે રાખવામાં આવશે. એટલુ જ નહિ કોઈપણ ભજન મંડળી પણ જળયાત્રામાં સામેલ નહિ થાય. મોટાભાગે ગજરાજ પણ સામેલ નહિ થાય પરંતુ જો સામેલ થશે તો એકાદ ગજરાજ રાખવામાં આવશે.

આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહેશે.

અત્રે નોંધનીય છે કે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના શ્રીગણેશ જળયાત્રાથી થાય છે ત્યારે આ જળયાત્રા યોજાશે કે નહિ ? તે બાબતે લોકોને શંકા-કુશંકા હતી તે દૂર થઈ છે. જો કે દર વર્ષે ૧૦૮ કળશ સાથે વાજતેગાજતે રથયાત્રા નિકળતી હોય છે પરંતુ આ વખતે માત્ર ૫ કળશ સાથે મંદિરના સેવકો તથા ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જોડાશે. કોરોના સંક્રમણ ન ફેલાય તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવશે.

હવે સાદગીથી જળયાત્રા યોજવામાં આવશે. ૨૪ જૂનના રોજ આ જળયાત્રા યોજાશે અને માત્ર ૫૦થી પણ ઓછા લોકો હાજર રહેશે.

Related posts

મરાઠી સમાજના શ્રી તુળજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં ગોદર્શન ગાઇડના ‘ઝુનોસીસ’ વિશેષાંકનું વિમોચન

Ahmedabad Samay

RRR2 ફિલ્મનું ટૂંક સમયમાં થશે શૂટિંગ શરૂ

Ahmedabad Samay

લોકડાઉન ૪.૦ આવું હશે.

Ahmedabad Samay

વડોદરાના લવ જેહાદમાં થયો નવો ખુલાસો, નિકહના દિવસ એટલે તા. ૬ઠ્ઠી ડિસેમ્બરે બાબરી ધ્વંસની વરસીનો દિવસ હતો

Ahmedabad Samay

સિવિલ હોસ્પિટલનો ગેટ નં:૦૬ બંધ રહેતા ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો