પોલખોલ યુટ્યુબ ચેનલના નામે શાળાઓમાંથી ખંડણી વસૂલનારા આશિષ કણજારીયા વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
તોડબાજ પત્રકાર આશિષ કણજારીયા વિરુદ્ધ વધુ ફરીયાદ બાદ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. આરટીઈ કરી સ્કૂલો પાસેથી ખંડણી માગવાના મામલે આ ફરિયાદ દાખલ કરાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર સ્કૂલોના ટ્રસ્ટીઓ પાસેથી ખંડણી માગી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
આશિષે પોતાની ઓળખ આરટીઆઈ કાર્યકર્તા, વાલી મંડળના પ્રમુખ અને પોલ ખોલ ટીવીના સંપાદક તરીકે કરી અને શાળાઓમાંથી પૈસા પડાવ્યાના મામલે આશિષની ધરપકડ કરવામાં આવી છે અને તે હાલ પોલીસ રિમાન્ડ પર છે. બોપલ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ થતા પોલીસ આ મામસે વધુ તપાસ કરશે.
પ્રાપ્ત વિગતો અનુસાર અગાઉ આશિષે સ્કૂલોના સંચાલકો પાસેથી ધમકી આપીને રુપિયા પડાવ્યા છે. આરોપી આરટીઆઈ કરીને સ્કૂલોના સંચાલકોને વોટ્સએપ કોલ કરી દબાવીને ધમકી આપતો હતો. ત્યારે અગાઉ આ મામલે ક્રાઈમ બ્રાન્ચમાં પણ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર 30થી જેટલી સ્કૂલો સામે આરટીઆઈ કરીને વિગતો મેળવી હતી.