August 9, 2026
ગુજરાતતાજા સમાચારરાજકારણ

જસદણ ખાતે આયોજિત એક સભામાં પુરષોતમ રૂપાલાએ ફરી માફી માંગી

રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ રાજા-રજવાડાઓ અંગે કરેલી અણછાજતી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી હોવા છતાં ભાજપ હાઈકમાન્ડ દ્વારા કોઈ પગલા ના લેવામાં આવતા ક્ષત્રિય સમાજનું આંદોલન વધારે ઉગ્ર બન્યું છે.

ક્ષત્રિય આંદોલનના બીજા ભાગમાં હવે ખુલીને ભાજપનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના નાના-નાના ગામડાઓમાં ભાજપ ઉમેદવાર વિરુદ્ધ મતદાન કરવાના સોગંધ લેવાઈ રહ્યાં છે. એવામાં પરષોત્તમ રુપાલાએ વધુ એક વખત ક્ષત્રિય સમાજની માફી માંગી છે.

જસદણ ખાતે આયોજિત એક સભામાં પોતાના સંબોધન દરમિયાન પરષોત્તમ રુપાલાએ જણાવ્યું કે, મારે સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનોને આ સભાના માધ્યમથી એક વિનંતી કરવી છે. ભૂલ મેં કરી હતી. એની મેં જાહેરમાં માફી માંગી લીધી છે, કારણ કે મારો આવો ઈરાદો નહતો. સમાજની સામે જઈને પણ મેં માફી માંગી હતી અને સમાજના લોકોએ મને સારો પ્રતિસાદ પણ આપ્યો હતો.

હવે વિરોધ મોદી સાહેબની સામે શા માટે? મારે ક્ષત્રિય સમાજને કહેવું છે કે, તમે તમારા યોગદાનને યાદ કરો. આ રાષ્ટ્રના ઘડતરમાં તમારું કેટલું મોટું યોગદાન છે. પાર્ટીના વિકાસની અંદર પણ તમારું કેટલું મોટું યોગદાન છે.

નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન જ્યારે 18 કલાક ભારત સિવાયની કોઈ વાત વિચારતાન હોય, મારા દેશ સિવાય અન્ય કોઈ વિષય સાથે તેનો નાતો નહોય. 140 દેશવાસીઓને જે વ્યક્તિ પોતાના પરિવાર તરીકે સંબોધન કરતો હોય, એમની આખી વિકાસ યાત્રામાં કેટલા ક્ષત્રિય આગેવાનો ના નામ હું લઈ શકું.

જો તમને એમ લાગતું હોય કે આ મારી ભૂલ છે, તો હું સ્વીકારું છું, પરંતુ મોદીની સામે ક્ષત્રિય સમાજને ઉભો કરી દેવો મને યોગ્ય નથી લાગતુ. નરેન્દ્ર મોદી આ દેશના જ નહીં, પરંતુ વિશ્વના નેતા છે. હું ક્ષત્રિય સમાજના અગ્રણીઓને વિનંતી કરું છું કે, આપ સૌ નરેન્દ્ર મોદી સામેના આ આક્રોશ અંગે પુનર્વિચાર કરો. સમજણનો નવો સેતુબંધ બાધવાનો આપણે પ્રયાસ કરીએ.

હું ચૂંટણી કે હારજીત માટે આ વાત નથી કરતો. સમાજ જીવનના આપણા તાણાવાણાને લગતો વિષય છે, જેને રાજકારણથી દૂર રાખવાની ક્ષત્રિય સમાજ કોશિષ અવશ્ય કરશે

Related posts

સુપ્રીમ કોર્ટે મમતા સરકાર, બંગાળ પોલીસ અને હોસ્પિટલ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવ્યા હતા,જાણો સુપ્રીમ કોર્ટમાં થયેલ સુનાવણીની 10 મોટી વાતો

Ahmedabad Samay

અંબાજી અને આસપાસના પંથકમાં અચાનક વાતાવરણ પલટાતા ઠંડા પવન સાથે કમોસમી વરસાદ

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનના પી.આઇ પર એક શખ્સે હાથ ઉપાડ્યો

Ahmedabad Samay

નેહા રાજપૂતના નવા ગીત “રોણા તો રોણા કહેવાય છે” મચાવી ધૂમ

Ahmedabad Samay

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો