February 5, 2026
ગુજરાત

અશ્વિની વૈષ્ણવ : રાજકોટ થી વડોદરા જવા માટે અમદાવાદના બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે.

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ  રાજકોટની એક દિવસીય મુલાકાતે છે. ત્યારે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સંવાદ વિકસિત ભારત ૨૦૪૭ કાર્યક્રમમાં અશ્વિની વૈષ્ણવે હાજરી આપી હતી. ત્યારે રાજકોટના ઉદ્યોગપતિઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓ સાથે તેમણે વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન તેમણે વિકસિત ભારત ૨૦૪૭ ના રોડ મેપને લઈને પણ સરકારની કામગીરી અંગે માહિતી આપી હતી. તો સાથે જ આગામી સમયમાં વંદે ભારત બાદ વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું હોવાની વાત પણ જણાવી હતી.

કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંબોધનમાં આગામી સમયમાં રાજકોટથી વડોદરા જવા માટે અમદાવાદ નહીં જવું પડે તે પ્રકારની માહિતી પણ તેમણે આપી હતી. આ અંગે વાતચીત કરતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાજકોટથી વડોદરા જવા માટે અમદાવાદની બદલે સાણંદ પાસેથી જ બાયપાસ ટ્રેક બનાવવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત ભૂમિ અધિગ્રહણ બાબતે પણ કામકાજ ચાલી રહ્યું છે. આગામી સમયમાં ટ્રેનની સ્પીડ પણ વધારવા કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રાજકોટથી અમદાવાદ સુધીની યાત્રા માત્ર બેથી સવા બે કલાકમાં પૂર્ણ થાય તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂચના આપવામાં આવી છે.

હાલ રાજકોટ કે અમદાવાદ તરફથી હરિદ્વાર કે અયોધ્યા જવા માટે દિલ્હી થઈને જવાની ફરજ પડે છે. ત્યારે આગામી સમયમાં અમદાવાદ બાયપાસની જેમ દિલ્હીનો બાયપાસ પણ બનાવવામાં આવ્યો છે. જેના કારણે ઉત્તર ભારતમાં જવા માટે દિલ્હી જવું નહીં પડે. તો સાથે જ વંદે મેટ્રો ટ્રેન આવવાથી ભારતીય રેલવે વિભાગમાં એક મોટી ક્રાંતિ આવવાની છે.કેન્દ્રીય રેલવે મંત્રીએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તો સાથે જણાવ્યું હતું કે, ૨૦૦૪માં અટલ બિહારી વાજપાઈ સરકારના સમયમાં ભારત વિશ્વના અર્થતંત્રમાં ૧૧માં સ્થાન પર હતું. ત્યારે ૨૦૦૪થી ૨૦૧૪ સુધીમાં ભારત માત્રને માત્ર ૧૧માં સ્થાન ઉપર જ બની રહ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદીની સરકારમાં ભારતે વિકાસ કર્યો છે.

અંતર્ગત વૈશ્વિક અર્થતંત્રમાં ૧૧માં સ્થાન પરથી ભારતે પાંચમું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમજ શક્ય છે કે, આગામી થોડા મહિનાઓમાં આપણે ચોથા સ્થાન ઉપર પણ પહોંચી જઈએ.વંદે ભારત અંગે ૨૦૧૭માં ચર્ચા શરૃ થઈ હતી. શરૃઆતના સમયગાળામાં વિદેશમાં જઈ ટેકનોલોજી આયાત કરવાની વાતચીત પણ કરવામાં આવી હતી. જોકે જે તે સમયે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સૂચના આપવામાં આવી હતી કે ભારતમાં ક્ષમતા છે. જે અંતર્ગત ડિઝાઇન થી માંડીને મેન્યુફેક્ચરિંગ સહિતની કામગીરી માત્રને માત્ર ભારતમાં જ કરવામાં આવી છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત અંગે ત્રણ વર્ષ પૂર્વે જ નરેન્દ્ર મોદીએ કામકાજ શરૃ કર્યું છે. વિકસિત ભારતનો રોડ મેપ અંતર્ગત સો દિવસનો પ્લાન તેમજ પાંચ વર્ષનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે. આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીની ફરી વખત કેન્દ્રમાં સરકાર બનતા રોડ મેપનું અમલીકરણ પણ શરૃ કરવામાં આવશે. વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪ સુધીમાં પાંચ કિલોમીટર પ્રતિ દિવસ રેલવે ટ્રેકનું નિર્માણ કાર્ય થતું હતું. આજની તારીખે રેલવે ટ્રેક બનાવવાની કામગીરીમાં ઝડપ વધારીને ૧૪.૫ કિલોમીટર પ્રતિ દિવસ કરવામાં આવી છે.

આગામી દિવસોમાં રાજકોટ વાંકાનેર પડધરી ભક્તિનગર સહિતના રેલ્વે સ્ટેશનનું નવીનીકરણનું કામકાજ હાથ ધરવામાં આવશે. રાજકોટનું રેલ્વે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બને તે માટે ડિઝાઇનિંગની પ્રોસેસ શરૃ થઈ ચૂકી છે.

આગામી ૧.૫ થી ૨ મહિનામાં રાજકોટ વાસીઓના સજેશન ના આધારે ડિઝાઇનિંગની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવશે.કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ તેમજ સદસ્યોને ખાતરી આપવામાં આવી છે કે, ઇક્નમટેક્સ એક્ટ ૪૩ બીએચ અંતર્ગત એક્સપોર્ટ કરનારા ઉદ્યોગપતિઓને જે હાલાકી પડી રહી છે તે મામલે તેઓ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને રજૂઆત કરશે. તો સાથે જ દિવસે અને દિવસે ભારત ભરમાં જે પ્રમાણે સાયબર ફ્રૉડ માં વધારો થઈ રહ્યો છે તે અંતર્ગત નિવેદન આપતા તેમણે જણાવ્યું હતું કે સાઈબર ફ્રૉડ સાથે સંકળાયેલા દોઢ કરોડ જેટલા સીમકાર્ડ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે. તેમજ આગામી દિવસોમાં સાઇબર ફ્રોડને લઈને વધુમાં વધુ કડક વલણ કેન્દ્ર સરકાર દ્વારા અપનાવવામાં આવશે.

Related posts

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

મોરબીમાં કુંભારી કળા સાથે જોડાયેલા લોકો માટે ખુશખબર, માટીની વસ્તુઓ વેચવા માટે મળશે ISI માર્ક, જાણો ‘મિટ્ટીકુલ’ના પ્રણેતા મનસુખભાઇ પ્રજાપતિએ શું કહ્યું?

Ahmedabad Samay

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

બિપોરજોય આગળ વધતા દરિયો થયો ગાંડોતુર, તેજ ગતિથી પવન અતિભારે વરસાદની આગાહી, લોકોને સુરક્ષિત ખસેડાયા

Ahmedabad Samay

આવતીકાલે ૦૪/૦૫/૨૫ સવારે મહાકાલ સેના ગુજરાત (નરોડા) અને કાલ ભૈરવ ગ્રૂપ દ્વારા અબોલા પક્ષીઓ માટે નરોડા ખાતે કુંડા વિતરણ નું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

રાહતભર્યા સમાચાર, ઓક્સિજનની જરૂર ઓછી પડશે, કોરોનાની નવી દવાને મનજુરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો