September 22, 2026
અપરાધ

ગુજરાત એટીએસની મળી મોટી સફળતા, શખ્‍સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયા

ગુજરાત એટીએસની ટીમને મળેલી બાતમીના આધારે ૬ શખ્‍સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડયા છે. તેઓ ટ્રાવેલ્‍સના માધ્‍યમથી હથિયારોની હેરાફેરી કરતા હતા. તેઓ મધ્‍યપ્રદેશથી હથિયાર લાવી ગુજરાતમાં તેનું વેંચાણ કરતા હતા. આ ગુન્‍હાનો મુખ્‍ય ધંધાર્થી શિવમ્‌ ટ્રાવેલ્‍સના નામે ધંધો કરે છે. શિવમ મધ્‍યપ્રદેશથી હથિયારો લાવીને અન્‍ય આરોપીઓને આપતો હતો અને અન્‍ય આરોપીઓ કમિશન લઇ આગળ વેચતા હતા.

એટીએસે આ શસ્ત્રો સાથે શિવમ ડામોર (મધ્‍યપ્રદેશ), પ્રવિણ શ્રીવાસ (મધ્‍યપ્રદેશ), સંજય મેર (લોઠડા-રાજકોટ), રાજુ સરવૈયા (રાજકોટ), વિપુલ સાનીયા (વગડીયા-મુળી) અને મનોજ ચૌહાણ (ચોટીલા)ની ધરપકડ કરી છે. મુખ્‍ય સુત્રધાર શિવમ ડામોરે મધ્‍યપ્રદેશથી જામખંભાળીયા સુધી ટ્રાવેલ્‍સની હેરાફેરી દરમિયાન શસ્ત્રોનું વેચાણ કર્યુ હતુ. તમામ આરોપીઓ છેલ્લા ૩ મહિનાઓથી હથિયારોનું નેટવર્ક ચલાવતા હતા. આ તમામ આરોપીઓ સામે આર્મ્‍સ એક્‍ટ હેઠળ હાલ ગુન્‍હો દાખલ કરવામાં આવ્‍યો છે.

એ.ટી.એસ. ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝઝ્‍ડ ક્રાઈમ પર સર્વેલન્‍સ રાખવા સૂચના કરેલ હતી. જે સૂચના અન્‍વયે નારોકિટીક્‍સ, આર્મ્‍સ વિગેરે ઓર્ગેનાઈઝ્‍ડ ક્રાઈમ પર સર્વેલન્‍સ રાખવામાં આવેલ હતું. તે દરમ્‍યાન એ.ટી.એસ.ના નાયબ પોલીસ અધીક્ષકશ્રી હર્ષ ઉપાધ્‍યાય નાઓને બાતમી મળેલ કે, મધ્‍ય પ્રદેશના જાંબુઆનો શિવમ નામનો માણસ પોતાના કબ્‍જામાં ગેર કાયદેસર પિસ્‍ટલો તથા કારતૂસોનો જથ્‍થો રાખી તા. ૨૫/૦૪/૨૦૨૪ના અમદાવાદના નારોલ બ્રિજના પૂર્વ તરફના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના ઇસમને ડીલીવરી કરવા આવનાર છે.

જે મળેલ માહીતીને એ.ટી.એસ. ગુજરાતના પો.સ.ઈ. વી. આર. જાડેજા તથા વી.એન.ભરવાડ તેમજ ટીમના માણસો ઉપરોક્‍ત બાતમી વાળી જગ્‍યાએ વોચમાં હાજર હતા. જે દરમ્‍યાન ઉપરોક્‍ત બાતમી હકીકતવાળા બે શકમંદ ઈસમો મળી આવતા તેઓને કોર્ડન કરી રોકી લઈ તેઓની પાસે રહેલ થેલાની તપાસ કરતા શિવમ ઉર્ફે શિવા ઇન્‍દરસીંગ ડામોરની પાસેથી પિસ્‍ટલ નંગ-૦૫ તથા પિસ્‍ટલના કારતૂસ નંગ-૨૦ મળી આવેલ.

ત્‍યારબાદ તેઓના વિરૂધ્‍ધમાં એ.ટી.એસ. પો.સ્‍ટે. ખાતે ગુન્‍હો રજીસ્‍ટર કરી તેઓની વિગતવાર પૂછપરછ કરતા જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી નામે શિવમ ઇન્‍દ્રસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્‍સમાં મધ્‍ય પ્રદેશથી જામખંભાળિયા દર ત્રિજા ચોથા દિવસે આવન જાવન કરતો હતો, જે દરમ્‍યાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં અલગ અલગ માણસોનાં સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્‍યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો. જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમ્‍યાન અલગ અલગ લોકોને હથિયાર પહોંચાડયા હોવાની વિગતો ઉજાગર થયેલ. જે બાદ પો.સ.ઈ. શ્રી વી. આર. જાડેજા, વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પો.સ.ઈ. શ્રી આર. આર. ગરચરનાઓની ટીમ વિવિધ જગ્‍યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્‍દ્રનગર જીલ્લાઓમાંથી વધુ ૨૦ પિસ્‍ટલો તથા ૭૦ રાઉન્‍ડનો જથ્‍થા સાથે અન્‍ય ચાર ઈસમોની ધરપકડ કરેલ.

 પકડાયેલ આરોપીઓ

(૧) શિવમ ઇન્‍દ્રસિંગ ડામોર (ઉ.વ.ર૬) અભ્‍યાસ પ પાસ, ધંધો -ખેતી ટ્રાવેલ્‍સ, રહે. ગામ, ભોજકા તાલુકો, જાંબુવા જીલ્લો, જાંબુવા મધ્‍યપ્રદેશ વેપન-પ, રાઉન્‍ડ-ર૦.

(ર) પ્રવીણ ધર્મેન્‍દ્ર શ્રીવાસ, (ઉ.વ.ર૩) અભયાસ ૧૦ સુધી, ધંધો – મજુરી, રહે. પીસી સીટીનગર ઇંદોર મધ્‍યપ્રદેશ વેપન-૩.

(૩) સંજય દુદાભાઇ મેર (ઉ.વ.ર૩) અભયાસ ૧ર પાસ ધંધો ખેતમજુરી, રહે. ગામ-લોઠડા, રાજકોટ વેપન-૪, રાઉન્‍ડ-૧૦

(૪) રાજુ જયંતીભાઇ સરવૈયા (ઉ.વ.૩૦) અભ્‍યાસ ૯ પાસ ધંધો મજુરી રહે. ૧૮, કોઠી કમ્‍પાઉન્‍ડ, જામટાવર ચોક પાસ,ે રાજકોટ સીટી વેપન-૩.

(પ) વિપુલ વેલાભાઇ સાનિયા (ઉ.વ.૩૦) અભ્‍યાસ-૧ર પાસ, ધંધો – મજુરી રહે. ગામ, વગડીયા તાલુકો, મુળી જિલ્લો – સુરેન્‍દ્રનગર, વેપન-૬, રાઉન્‍ડ-૬૦.

(૬) મનોજ ગીરીશભાઇ ચૌહાણ (ઉ.વ.રપ) અભયાસ-૧૦ પાસ, ધંધો ડ્રાઇવિંગ રહે. ગામ વાસ્‍કુર કલા, પ્‍લોટ એરીયા, ચોટીલા, વેપન-૪

સદર ઇસમો વિરૂદ્ધ ગુજરાત એસ.ટી. એસ. પો. સ્‍ટે. ખાતે આર્મ્‍સ એકટ અંતર્ગત ગુન્‍હો રજીસ્‍ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ગેરકાયદેસર રીતે હથિયારો સપ્‍લાયના ધંધામાં અન્‍ય કઇ-કઇ વ્‍યકિતઓ સામેલ છે એ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથધરવામાં આવી છે.

Related posts

પરિમલ એક્ઝોટિકાના બિલ્ડરે રહીશો સાથે કરી મોટી છેતરપીંડી, નિયમોનો પણ કર્યો ઉલ્લંઘન

Ahmedabad Samay

સારંગપુરમાં BRTS ટ્રેકમાં AMTS બસ ધૂસી જતા અકસ્માત

Ahmedabad Samay

વિક્કી ગેંડી ફરી બન્યો બેફામ,વધુ એક વેપારીને હપ્તો ન આપવા પર જાનથી મારવાની આપી ધમકી

Ahmedabad Samay

એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં ૭૬ લેપટોપની ચોરી

Ahmedabad Samay

છેલ્લા પાંચેક વર્ષથી છેતરપીંડીના ગુનામાં વોન્ટેડ આરોપીની ઓઢવ પોલીસ દ્વારા ધરપકડ કરી

Ahmedabad Samay

ગોંડલમાં મોબાઈલ ચોરી કરનાર ગેંગ ઝડપાઈ: પોલીસે ૧ લાખથી વધુની કિંમતના મોબાઈલ સહિત મુદ્દામાલ જપ્ત કર્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો