August 8, 2026
Other

ઇ-મેઇલ દ્વારા અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

તાજેતરમાં રશિયન ડોમેઈન પરથી ઈ-મેલ દ્વારા  અમદાવાદ સહિત દેશના 12 એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.

કોઈ અજાણ્યા ઈ-મેઈલ ID પરથી અમદાવાદના સરદાર વલ્લભભાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપરાંત ભોપાલના રાજાભોજ એરપોર્ટ, દિલ્હી, જયપુર, લખનઉ, પટના, અગરતલા, ગુવાહાટી, જમ્મુ, ઔરંગાબાદ સહિત 12 ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.

આ ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યા બાદ એરપોર્ટ ઑથોરિટી હરકતમાં આવી ગઈ છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફ, એરલાઈન્સ સ્ટાફ અને CISFની ટીમને મુસાફરોનું સઘન ચેકિંગ કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સૌ પ્રથમ 1 મેના રોજ દિલ્હીમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભરેલો મેઈલ મળ્યો હતો. જેની તપાસમાં પણ કંઈ વાંધાજનક નહતુ મળ્યું. જે બાદ અમદાવાદમાં મતદાનના આગલા દિવસે એટલે કે સોમવારે 6 મેના રોજ શહેરની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બીજા દિવસે કેટલીક સ્કૂલોમાં મતદાન થવાનું હોવાથી આ બાબતને ગંભીરતાથી લઈને અમદાવાદ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, ATS, ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા સ્કૂલોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ. સતત 4 કલાક સુધીની શોધખોળના અંતે સ્કૂલોમાંથી કોઈ વિસ્ફોટકો ના મળતા હાશકારો અનુભવ્યો હતો.

બીજી તરફ સાયબર ક્રાઈમની તપાસમાં ધમકી ભરેલો ઈ-મેઈલ મોકલવા માટે દિલ્હી પેટર્ન મુજબ રશિયન સર્વરનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતુ. જે બાબતે હાલ આગળની તપાસ ચાલી રહી છે.

Related posts

યુદ્ધના મુશ્કેલીના સમયે સંપર્ક કરવા માટે ખાસ કટોકટી હેલ્પલાઈન નંબરો અને ગાઇડલાઈન જારી કર્યા છે

Ahmedabad Samay

ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

આ મહિને ૪ થી ૫ રૂપિયા વધી શકે છે પેટ્રોલનો ભાવ

Ahmedabad Samay

અખિલ ભારતીય રાજભર મહાસભાદ્વારા અમદાવાદના વટવા ખાતે રાજભર મહાસંમેલન યોજાયું

Ahmedabad Samay

સરદાર પટેલ જયંતિ પર તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો