ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ કેન્સર હોસ્પિટલમાં જરૂરીયાતમંદ અને ગરીબ પેશન્ટ અને તેમના સગાને બ્લેન્કેટ વહેંચવા માં આવ્યા આ કાર્ય દાતા ઓ ના સહયોગથી કરવામાં આવ્યુ.
ઉમંગ સેવા ટ્રસ્ટ દ્વારા આખા વર્ષ દરમ્યાન ગરીબ અને જરૂરીયાતમંદ માટે આવી અનેક સેવાઓ કરીને એમની ખુશી માં સહભાગી બને છે,ટ્રસ્ટ દ્વારા સિવિલમાં પણ ગરીબ દર્દી ના સગાને દર અઠવાડિયે ભોજન આપવા માં આવે છે,
આ વિતરણમાં ડો શ્યામ સાવલિયા, ભરત જૈન, શ્રેણિક શાહ, શ્રીકાંત ભાઈ, સુમિતભાઈ નટવરભાઈ નાકરાણી,અમિતભાઇ ચૌહાણ, મિતુલભાઈ બ્રહ્મભટ્ટ,મંથન દોંગા,અજીતભાઈ વૈષ્ણવ,જગદીશભાઈ,, અને ઉમંગ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ સરફરાજ મન્સૂરીએ હાજરી આપી હતી.


